નિફ્ટી ફ્યુચર ૧૧૨૪૩ ઉપર ૧૧૨૯૫, ૧૧૩૪૦ નીચામાં ૧૧૨૦૦ નીચે ૧૧૧૬૦, ૧૧૧૦૦ મહત્ત્વની સપાટીઓ

Published: Oct 07, 2019, 08:11 IST | ચાર્ટ-મસાલા અશોક ત્રિવેદી | મુંબઈ

જાણો કેવા રહશે નિફ્ટીના ટ્રેન્ડ. નિફ્ટી ફ્યુચર ૧૧૨૪૩ ઉપર ૧૧૨૯૫, ૧૧૩૪૦ નીચામાં ૧૧૨૦૦ નીચે ૧૧૧૬૦, ૧૧૧૦૦ મહત્ત્વની સપાટીઓ રહેશે.

જાણો નિફ્ટી ફ્યુચર
જાણો નિફ્ટી ફ્યુચર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૧૨૦૧.૦૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૩૬૪.૩૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૧૨૧૫.૧૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૧૪૯.૨૬ પૉઇન્ટના નેટ ઘટાડે ૩૭૬૭૩.૩૧ બંધ રહ્યો. ઉપરમાં ૩૭૮૦૦ ઉપર ૩૮૧૦૦, ૩૮૧૯૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૭૬૩૩ નીચે ૩૭૫૫૦ તૂટે તો ૩૭૪૯૦, ૩૭૨૮૦, ૩૭૦૬૦, ૩૬૮૫૦, ૩૬૬૩૦ સુધીની શકયતા. નાણાપ્રધાને રાહતો જાહેર કર્યા બાદ બે દિવસમાં બજારે સંગીન ઉછાળો દર્શાવ્યો ત્યારે પોતાને હિન્દીની નંબર વન બિઝનેસ ચૅનલ ગણાવતી ચૅનલ પર જે કહેવાતા ફરમાશુ નિષ્ણાતો ટેબલ પર ચડીને ઠોકી-ઠોકીને નિફટી ૧૨૦૦૦, ૧૨૫૦૦, ૧૩૦૦૦ આવશેના બણગા ફૂંકતા હતા, તેમાંના કોઈ પણ ઘટતી બજારે ટેબલ નીચે પણ ગોત્યાં જડતા નથી. બજારનો ટ્રેન્ડ નરમાઇતરફી છે.
કોલગેટ (૧૪૪૬.૦૦) ૧૫૮૯.૫૫ના ટૉપથી નરમાઇતરફી દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૭૫ ઉપર ૧૪૯૬, ૧૫૨૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૪૪૨ નીચે ૧૪૩૫, ૧૪૦૪, ૧૩૭૩, ૧૩૪૩ સુધીની શક્યતા.
યુબીએલ (૧૨૬૯.૭૦) ઉપરમાં ૧૩૯૬ સુધી ગયા બાદ નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૮૪ ઉપર ૧૨૯૬, ૧૩૦૭, ૧૩૧૯ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૨૬૨ નીચે ૧૨૫૧, ૧૨૪૦, ૧૨૨૯, ૧૨૧૮ સુધીની શક્યતા.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૭૮૫૩.૭૫) ૩૦૯૭૪.૮૦ના ટૉપથી નરમાઇતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૮૦૦૦ ઉપર ૨૮૨૫૦, ૨૮૩૫૦, ૨૮૬૪૦, ૨૮૮૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૭૭૭૮ નીચે ૨૭૭૦૦, ૨૭૬૪૦ સુધીની શકયતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK