નિફ્ટી ફ્યુચર ૧૧૬૯૬ ઉપર ૧૧૭૫૦, ૧૧૮૪૫ સુધીની શક્યતા

Published: Oct 21, 2019, 09:33 IST | ચાર્ટ-મસાલા - અશોક ત્રિવેદી | મુંબઈ

ઉપરમાં સાવચેતી છતાં સ્કીપ આધારિત સુધારાની ચાલ જળવાશે. બજાર ઓવરબોટ ઝોનમાં છે. સ્ટૉપલોસ સાથે નવો વેપાર કરવો. નફો બુક કરતાં રહેવું.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૧૨૯૩.૧૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૩૫૮.૩૦ પૉઇન્ટના નેટ સુધારે ૧૧૬૭૦ બંધ રહ્યું. તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૧૭૧.૩૦ પૉઇન્ટના નેટ સુધારે ૩૯૨૯૮.૩૮ બંધ રહ્યો. ઉપરમાં ૩૯૩૬૧ ઉપર ૩૯૪૪૧ કુદાવે તો ૩૯૬૬૦, ૩૯૮૮૦, ૪૦૦૩૨ સુધીની શક્યતા. નીચામાં ૩૮૯૬૩ નીચે ૩૮૭૦૦ સપોર્ટ ગણાય. ઉપરમાં સાવચેતી છતાં સ્કીપ આધારિત સુધારાની ચાલ જળવાશે. બજાર ઓવરબોટ ઝોનમાં છે. સ્ટૉપલોસ સાથે નવો વેપાર કરવો. નફો બુક કરતાં રહેવું.
તાતા કેમિકલ્સ (૬૧૩.૫૦) ૫૬૮.૧૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પૉઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૧૯ ઉપર ૬૨૪ કુદાવે તો ૬૩૩, ૬૩૮, ૬૫૩ સુધીની શક્યતા. નીચામાં ૬૦૨ નીચે ૫૯૫ સપોર્ટ ગણાય.
યુપીએલ (૫૯૯.૦૦) ૪૯૭.૮૫નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પૉઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૦૪ ઉપર ૬૧૭, ૬૨૯ સુધીની શકયતા. નીચામાં ૫૮૮
સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૯૧૫૨.૩૫) ૨૭૬૫૨.૨૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પૉઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૩૦૦ ઉપર ૨૯૩૫૦, ૨૯૬૧૫, ૨૯૮૮૫, ૩૦૧૬૦ સુધીની શક્યતા. નીચામાં ૨૮૯૭૦ નીચે ૨૮૭૫૦ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર
૧૧૧૧૩.૭૫નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પૉઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૬૯૬ ઉપર ૧૧૭૫૦, ૧૧૮૪૫, ૧૧૯૩૫, ૧૨૦૦૦ સુધીની શક્યતા. નીચામાં ૧૧૫૫૦, ૧૧૫૦૦ સપોર્ટ ગણાય. સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

ભારત ઈલેક્ટ્રૉનિક્સ
૮૯.૬૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પૉઝિશન દર્શાવે છે ઉપરમાં ૧૧૭ ઉપર ૧૨૧ કુદાવે તો ૧૨૭, ૧૩૪, ૧૪૧ સુધીની શક્યતા. નીચામાં ૧૧૦ સપોર્ટ ગણાય. સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

ટેક મહેન્દ્ર
૬૭૫.૧૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પૉઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૩૫ કુદાવે તો ૭૪૬, ૭૬૦ સુધીની શક્યતા. નીચામાં ૭૨૦ સપોર્ટ ગણાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK