નિફ્ટી ફ્યુચર ૧૧૮૭૫ નીચે ૧૧૮૨૫ મહત્ત્વનો સપોર્ટ

Published: Nov 25, 2019, 11:55 IST | Ashok Trivedi | Mumbai

ચાર્ટ-મસાલા: ઉપરમાં ૪૦૩૯૫ ઉપર ૪૦૬૦૫, ૪૦૮૧૭ સુધીની શક્યતા. નીચામાં ૪૦૨૭૬ નીચે ૪૦૨૦૦, ૪૦૦૨૬ નીચે નબળાઈ સમજવી.

જાણો નિફ્ટીનુું ફ્યુચર
જાણો નિફ્ટીનુું ફ્યુચર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૧૯૭૨.૬૫ સુધી આવી  સાપ્તાહિક ધોરણે ૨૮.૧૦ પૉઇન્ટના નેટ ઘટાડે  ૧૧૯૧૪.૫૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૨.૭૨ પૉઇન્ટના નેટ સુધારે ૪૦૩૫૯.૪૧ બંધ રહ્યો. ઉપરમાં ૪૦૩૯૫ ઉપર ૪૦૬૦૫, ૪૦૮૧૭  સુધીની શક્યતા. નીચામાં ૪૦૨૭૬ નીચે ૪૦૨૦૦, ૪૦૦૨૬  નીચે નબળાઈ સમજવી.  
બજાર એક સીમિત દાયરામાં અથડાઈ ગયું છે. નથી પ્રતિકારક સપાટી કુદાવતું કે નથી સપોર્ટ લેવલ તોડતું, સાઇડવેઝમાં છે. જે બાજુ બ્રેકઆઉટ આવશે તો બાજુની ચાલ જોવા મળશે. બજાર ઘટે તો પણ પ્રત્યાઘાતી ઘટાડો છે એમ સમજવું.

નિફટી ફ્યુચર (૧૧૯૧૪.૫૦)

૧૧૧૧૩.૭૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે  ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૦૧૦ ઉપર ૧૨૦૬૯, ૧૨૧૧૮ સુધીની શક્યતા. નીચામાં ૧૧૮૭૫ નીચે, ૧૧૮૨૫ સપોર્ટ ગણાય. જે તૂટે તો ૧૧૭૭૦, ૧૧૭૧૦, ૧૧૬૫૦ સુધીની શક્યતા. સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

જ્યુબિલન્ટ ફૂડ (૧૫૬૨.૭૦)

૧૬૩૮ના ટૉપથી  પ્રત્યાઘાતી ઘટાડો દર્શાવે છે.  દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક  તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૬૬ ઉપર ૧૫૯૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૫૫૩ નીચે ૧૫૪૧, ૧૫૧૭, ૧૪૯૦, ૧૪૭૦  સુધીની શક્યતા.

હેવેલ્સ (૬૩૮.૫૫)

૭૧૭.૨૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૪૩ ઉપર ૬૫૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૬૩૬ નીચે ૬૨૨ તૂટે તો ૬૧૦, ૫૯૪, ૫૭૮, ૫૬૩ સુધીની શક્યતા.

ટેક મહેન્દ્ર (૭૫૪.૨૦) ઃ ઉપરમાં ૭૮૪ સુધીનો સુધારો દર્શાવી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૬૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૪૬ નીચે ૭૩૬, ૭૨૮, ૭૧૮ સુધીની શક્યતા.
એસ્કોર્ટ્સ (૬૪૮.૦૦) ઃ ૬૮૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ અને અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે  ઓવરબૉટ  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૭૧ ઉપર ૬૮૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૬૩૮ નીચે ૬૨૧, ૬૧૫ સુધીની શક્યતા.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૧૧૧૪.૭૦)ઃ ૨૭૬૫૨.૨૦ના બૉટમથી સુધારાતરફી  છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૧૧૮૫ ઉપર ૩૧૨૫૦, ૩૧૫૨૦ સુધીની શક્યતા. નીચામાં ૩૧૦૨૩ નીચે ૩૦૮૪૦ તૂટે તો નબળાઈ સમજવી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK