કર્ણાટક સરકારે Ola Taxi નું છ મહિના માટે લાયસન્સ કર્યું રદ્દ

Updated: Mar 23, 2019, 12:55 IST | કર્ણાટક

સરકારે છ મહિના માટે કર્ણાટક રાજ્યમાં ઓલા ટેક્ષી પર બેન જાહેર કર્યો છે. ઓલા ટેક્ષીનું લાઇસન્સ રદ્દ કરતા કર્ણાટક સરકારે કહ્યું છે કે આદેશ આપ્યના ત્રણ દિવસનાં કંપની પોતાનું લાઇસન્સ સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગમાં જમા કરાવે.

ઓલા ટેક્ષી (PC : File Photo)
ઓલા ટેક્ષી (PC : File Photo)

ભારતમાં સફળ સ્ટાર્ટ અપ ગણાતી ઓલા ટેક્ષીને લઇને મહત્વના સમાચાર આવી રહ્યા છે. કર્ણાટક સરકારે ઓલા ટેક્ષીને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે છ મહિના માટે કર્ણાટક રાજ્યમાં ઓલા ટેક્ષી પર બેન જાહેર કર્યો છે. ઓલા ટેક્ષીનું લાઇસન્સ રદ્દ કરતા કર્ણાટક સરકારે કહ્યું છે કે આદેશ આપ્યના ત્રણ દિવસનાં કંપની પોતાનું લાઇસન્સ સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગમાં જમા કરાવે. જેને પગલે ઓલાએ શુક્રવારથી રાજ્યભરમાં પોતાની સેવા બંધ કરી દીધી છે. એપ્લીકેશન દ્રારા ટેક્ષી બુક કરવાની સેવા આપવાર ઓલા દેશની ટોચની કંપની છે.

આ પણ વાંચો : જેટ એરવેઝની મુશ્કેલીઓ વધી : મેનેજમેન્ટ બદલશે તો જ બેન્કો મદદ કરશે

ઓલા ટેક્ષીને કર્ણાટક સરકારે છ મહિના માટે બેન કર્યા બાદ પરિવહન મંત્રીએ કહ્યું હતું કે સાઉથ બેંગ્લોરમાં મળેલી ફરીયાદના આધારે ઓલા ટેક્ષીનું લાઇસન્સ છ મહિના માટે રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ ઓલા કંપનીએ કહ્યું હતું કે અમે કાયદા કાનુનનું પાલન કરનારી કંપની છીએ. અમે આ કેસમાં સરકાર સાથે સમાધાન કરવા માટે તમામ વિકલ્પો પર કામ કરી રહ્યા છીએ. મળી રહે માહિતી પ્રમાણે ઓલા ટેક્ષીએ કર્ણાટક ઓન ડિમાંડ પરીવહન પ્રૌધ્યોગીક એગ્રીગેટ્સ નિયમ 2016ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

Loading...

Tags

ola
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK