જીઓ હવે ફ્રી નહીં: અન્ય ઑપરેટમાં કૉલ કરવાનો પ્રતિ મિનિટ 6 પૈસા ચાર્જ

Published: Oct 10, 2019, 10:47 IST | મુંબઈ

અત્યાર સુધી જીઓ પોતાના ગ્રાહકોને આ સર્વિસ ફ્રી આપતું હતું, જેના બદલામાં કંપનીએ અન્ય ઑપરટરોને છેલ્લાં ત્રણ વર્ષમાં ૧૩,૫૦૦ કરોડ ચૂકવ્યા છે , જીઓ ટુ જીઓ કોઈ ચાર્જ નહીં

જીઓ
જીઓ

જીઓના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જીઓ પોતાના ગ્રાહકો પાસેથી ઇન્ટરકનેક્ટ યુસેજ ચાર્જિસ વસૂલશે. ૯ ઑક્ટોબરથી જીઓ દ્વારા અન્ય ઑપરેટમાં કૉલ કરવાનો પ્રતિ મિનિટ ૬ પૈસા ચાર્જ વસૂલાશે. કંપનીના જણાવ્યા મુજબ આ નિઃશુલ્ક સેવા બદલ કંપનીએ અન્ય ઑપરેટરોને છેલ્લાં ત્રણ વર્ષમાં ૧૩,૫૦૦ કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

જીઓએ એક નિવેદનમાં જણાવ્યા મુજબ ‘ગ્રાહકો દ્વારા ગઈ કાલથી કરાવનારા તમામ રિચાર્જ પર અન્ય મોબાઇલ ઑપરેટરમાં થતા કૉલનો ૬ પૈસા પ્રતિ મિનિટ ચાર્જ વસૂલાશે. આ ચાર્જ ઇન્ટરકનેક્ટ યુસેજ ચાર્જિસ છે. આ નિર્ણય ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટીની ઝીરો ટર્મિનેશન ચાર્જની જોગવાઈઓ હેઠળ લેવામાં આવ્યો છે જેની સમયમર્યાદા જાન્યુઆરી ૨૦૨૦ છે.’

જીઓથી જીઓ થતા કૉલ નિઃશુલ્ક રહેશે. જીઓમાં આવતા તમામ ઇનકમિંગ કૉલ નિઃશુલ્ક રહેશે અને જીઓથી લૅન્ડલાઇન પર નિઃશુલ્ક કૉલ થશે. આ સાથે જીઓ મોબાઇલ નેટવર્ક પરથી વૉટ્‌સઍપ અને ફેસટાઇમ પર કરવામાં આવતા કૉલ પણ નિઃશુલ્ક જ રહેશે.

જીઓએ નિવેદનમાં જણાવ્યું છે કે જ્યારે ટ્રાઇ દ્વારા આઇયુસી ચાર્જ નાબૂદ કરાશે ત્યાં સુધી કંપની ગ્રાહકો પાસેથી ઑફનેટ આઉટગોઇંગ કૉલ બદલ ચાર્જ વસૂલશે. કંપનીએ હાલમાં ગ્રાહકો માટે નવા પ્લાન પણ બહાર પાડી દીધા છે. હાલમાં કંપનીને અન્ય નેટવર્કમાં થતા કૉલ બદલ પ્રતિ સેકન્ડ ૬ પૈસા ચાર્જ ચૂકવવો પડે છે. ટ્રાઇ દ્વારા આ ચાર્જને નીલ કરવાની પ્રક્રિયાને ૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધી નાબૂદ કરવાની સમયમર્યાદા આપવામાં આવી હતી, પરંતુ હાલમાં ટ્રાઇ આ સમયમર્યાદાનું અવલોકન કરી રહ્યું હોવાથી જીઓ દ્વારા જાહેરાત કરાઈ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK