જેટ એરવેઝના પાયલટોએ 15 એપ્રિલ સુધી ટાળી હડતાળ

Apr 01, 2019, 11:50 IST

રવિવારે ચાલેલી 4 કલાકની મિટિંગ બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેટ એરવેઝ પાયલટનો ડિસેમ્બરનો પગાર ટ્રાન્સફર કરશે જેના કારણે હાલ NAG દ્વારા હડતાળના નિર્ણયને 15 એપ્રિલ સુધી ખસેડ્યો છે

જેટ એરવેઝના પાયલટોએ 15 એપ્રિલ સુધી ટાળી હડતાળ
15 દિવસ સુધી પોતાની હડતાલ પાછી ખેચી

બેહાલીના ગંભીર સમયમાંથી પસાર થઇ રહેલી ભારતીય એર લાઇન્સ જેટ એરવેઝને લઇને થોડા સારા સમાચાર આવી રહ્યા છે. જેટ એરવેઝના પાયલોટે 15 દિવસ સુધી પોતાની હડતાલ પાછી ખેચી છે. પગાર ન મળવાના કારણે જેટ એવરેઝના પાયલટ હડતાળ પર જવાના હતા અને નિર્ણય કર્યો હતો કે જો તેમને પગાર નહી ચૂકવાય તો તે પ્લેન ઉડાવશે નહી જો કે હાલ આ નિર્ણય પાછો લેતા જેટ એરવેઝમાં સફર કરી રહેલા મુસાફરોએ નિરાંત અનુભવી છે. હાલ જેટ એરવેઝમાં 1,600 જેટલા પાયલટ છે જેમાંથી 1,100 જેટલા પાયલટ હડતાળ પર જવાના હતા.

રવિવારે પાયલોટ સાથેની 4 કલાકની મીટિંગ બાદ લેવાયો નિર્ણય

નેશનલ એવિએટર્સ ગિલ્ડમાં રજીસ્ટર્ડ 1,100 પાયલટ વતી NAGએ નિર્ણય લીધો હતો કે જો પાયલટને 1 એપ્રિલથી કોઈ પણ પાયલટ વિમાન ઉડાવશે નહી અને પગાર નહી ચુકવાય ત્યા સુધી હડતાળ પાળવામાં આવશે. રવિવારે ચાલેલી 4 કલાકની મિટિંગ બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેટ એરવેઝ પાયલટનો ડિસેમ્બરનો પગાર ટ્રાન્સફર કરશે જેના કારણે હાલ NAG દ્વારા હડતાળના નિર્ણયને 15 એપ્રિલ સુધી ખસેડ્યો છે

 

આ પણ વાંચો: ટેક્સ રિકવરીમાં રાજકોટ મનપાએ રચ્યો ઈતિહાસ, એક દિવસમાં 40 કરોડનું કલેક્શન

 

છેલ્લા 3 મહિનાથી જેટના સ્ટાફને પગાર નથી મળી રહ્યો

છેલ્લા 3 મહિનાથી જેટ ઍરવેઝના પાયલટ અને એન્જીનિયર્સ પગાર વગર કામ કરી રહ્યા છે. આ વિશે વાત કરતા એન્જીનિયરોએ કિધું હતું કે આર્થિક તંગીના કારણે અસર તેમના કામ પર પડી રહી છે જેના કારણે વિમાની સુરક્ષા પણ જોખમાઈ છે. જેટ ઍરવેઝના ચેરમેન નરેશ ગોયલ દ્વારા રાજીનામું અપાતા SBIએ દેવાઓની પુન: રચનાની સહમતી આપી હતી. જો કે કંપની અને બેન્ક વચ્ચે સામાન્ય પાયલટ પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે જેની અસર સામાન્ય વિમાન મુસાફરો પર પડશે

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK