Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સપ્ટેમ્બરમાં જયપ્રકાશ બેસ્ટ તો સામે લાર્સન વર્સ્ટ પર્ફોર્મર

સપ્ટેમ્બરમાં જયપ્રકાશ બેસ્ટ તો સામે લાર્સન વર્સ્ટ પર્ફોર્મર

30 September, 2011 07:04 PM IST |

સપ્ટેમ્બરમાં જયપ્રકાશ બેસ્ટ તો સામે લાર્સન વર્સ્ટ પર્ફોર્મર

સપ્ટેમ્બરમાં જયપ્રકાશ બેસ્ટ તો સામે લાર્સન વર્સ્ટ પર્ફોર્મર


 

 



શૅરબજારનું ચલકચલાણું - કનુ જે. દવે

૧૦ ટકાથી વધુ મન્થ્લી વધારો

જે. પી. અસોસિએટ્સ નિફ્ટી તેમ જ સેન્સેક્સ બન્ને અગ્રણી આંકોનું પ્રતિનિધિત્વ કરતો જયપ્રકાશ અસોસિએટ્સ સપ્ટેમ્બરમાં બાજી મારી ગયો છે. ૩૦ દિવસમાં ૨૮.૫૬ ટકા વધ્યો એથી રફલી ૧ દિવસમાં ૧ ટકો વધ્યો ગણાય. ૨૬ ઑગસ્ટે ૫૪.૪૫ બાવન સપ્તાહનો લો બનાવ્યો હતો એની સામે ગઈ કાલે વધીને ૭૪.૮૦ થઈ, ૭૪.૪૦ બંધ આવતાં છેલ્લા એક જ દિવસમાં ૬થી ૭ ટકા વધ્યો હતો. આ જાત વિશે સીએનબીસી ટીવી ૧૮ નામની ન્યુઝ-ચૅનલ પર પ્રખ્યાત વિfલેષક એસ. પી. તુલ્સિયને પોતાની કૉમેન્ટમાં જણાવ્યું હતું કે ફન્ડામેન્ટ્લ્સ મુજબ આ સ્ટૉકમાં સારી વૅલ્યુ છે અને સ્ટૉક ઘણો અન્ડરવૅલ્યુડ છે, બાઇંગ ચાલુ જ રહે તો સ્ટૉક ૮૫થી ૮૮ રૂપિયાની રેન્જ સુધી જઈ શકે છે.

સીએનબીસી આવાઝ નામની હિન્દી ન્યુઝ-ચૅનલ સાથે વાતચીત કરતાં ઇન્ડિયા નિવેશ સિક્યૉરિટીઝના ધર્મેશ કાન્તે પણ આ શૅર હોલ્ડ કરવાની સલાહ આપતાં જણાવ્યું હતું કે એક મહિનામાં સારું પર્ફોર્મ કરનાર આ શૅર આગામી બે-ત્રણ મહિનામાં ૯૦-૯૫ રૂપિયા સુધી જઈ શકે છે. બ્રિક્સ સિક્યૉરિટીઝના વાઇસ પ્રેસિડન્ટ અને સિનિયર ર્પોટફોલિયો મૅનેજરે સીએનબીસી પર જણાવ્યું હતું કે ટ્રેડર્સનો આ ફેવરિટ શૅર હોવાથી આ મહિને વધ્યો છે અને ટૉપ ગેઇનર છે પણ ગત મહિને ટૉપ લુઝર હતો એ વાત પણ ભૂલવી ન જોઈએ. જોકે આ જ ચૅનલ પરના ડિસ્ક્શનમાં ફૉચ્યુર્ન ફાઇનૅન્શિયલ સર્વિસિસના હેડ ટેãક્નકલ ઍનલિસ્ટ મનીષ શાહે જણાવ્યું હતું કે ૭૬.૭૭ રૂપિયા આસપાસ આ શૅર ટૉપ બનાવી શકે અને ૬૭-૬૮ સુધી ઘટી શકે.

ડીએલએફ પણ ૨૧ ટકા અપ

માનવામાં ન આવે કે આટલા બધા ઍડવર્સ ન્યુઝ વચ્ચે પણ ડીએલએફ કેમ વધી શકે, પણ ૧ મહિનામાં ૨૧.૩૪ ટકા વધી ગઈ કાલે ૨૨૩.૬૦ રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. ૧૭ ઑગસ્ટે ૧૭૩.૪૦નો બાવન સપ્તાહનો લો બનાવનાર આ શૅર દોઢ મહિનામાં ૪૦ રૂપિયા વધી ગયો ગણાય. કાંઈ ન્યુઝ ન હોય અને માત્ર શૉર્ટ કવરિંગના હિસાબે જ વધ્યો હોય તો પણ સેન્સેક્સ-નિફ્ટીનું પ્રતિનિધિત્વ કરતો અગ્રણી શૅર મહિનામાં ૨૧ ટકાનો ગેઇન આપે એને અર્લી મૂવમેન્ટથી જ ટ્રૅક કરી આઇડન્ટિફાય કરવામાં આવે તો આવા લાભ ઘરભેગા કરી શકીએ.

ઇન્ફોસિસ મન્થ્લી ૧૧ ટકા અપ

ચાલો માની લઈએ કે ડીએલએફ અને જયપ્રકાશ એસોસિએટ્સમાં જલદી હિંમત ન ચાલે, પણ સોનાની લગડી જેવા ઇન્ફોસિસમાં તો બેધડક હાથ નાખી કમાણી થઈ શકી હોત. આ શૅર ૩૦ દિવસમાં ૧૧.૦૫ ટકા અને ગઈ કાલે ૩.૨૩ ટકા વધી ૨૫૫૦.૦૫ બંધ રહ્યો હતો. ૨૫ ઑગસ્ટે બાવન સપ્તાહનો લો ૨૧૬૯ નોંધાયો હતો. ઉપરાંત મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર, રૅનબૅક્સી તથા અમ્બુજા સિમેન્ટ ૧ મહિનામાં ૧૦ ટકા વધી અનુક્રમે ૮૧૩.૫૫, ૫૦૨.૫૦ અને ૧૪૭ બંધ રહ્યા હતા. ત્રણેય જાતના બાવન સપ્તાહના લો ભાવ અનુક્રમે ૫૮૫, ૪૧૪ અને ૧૧૧.૬૦ હતા.

સેસાગોવા બાવન સપ્તાહના તળિયે

નિફ્ટીનું પ્રતિનિધિત્વ કરતો સેસાગોવા ૩૦ દિવસમાં ૧૦.૦૧ ટકા તો ગઈ કાલે ૨.૨૭ ટકા ઘટી ૧૯૧.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. આ શૅરે પણ ગઈ કાલે બાવન સપ્તાહનું ૧૮૯.૩૫નું નવું તળિયું દર્શાવ્યું હતું.

નિફ્ટી-સેન્સેક્સ ડેઇલી રિપોર્ટ

નિફ્ટી ૪૯૨૪.૨૦ ખૂલી ઘટીને ૪૯૦૬ અને વધીને ૫૦૩૪.૨૫ થઈ ૫૦૧૫.૪૫ બંધ રહેતાં ૧.૪૧ ટકા વધી સપ્ટેમ્બર વાયદામાં નિફ્ટીનો લાસ્ટ ટ્રેડ ૫૦૧૬.૪૦માં તો ઑક્ટોબર વાયદામાં ૫૦૩૬માં થયો હતો. આમ ઑક્ટોબરમાં કૅશથી વિશેષ પ્રીમિયમનો અભાવ તેજી માટે સારી નિશાની ન ગણાય. સેન્સેક્સ ૨૫૨ પૉઇન્ટ્સ એટલે કે ૧.૫૩ ટકા સુધરી ૧૬,૬૯૮.૦૭ના સ્તરે બંધ રહી હતી.

સેક્ટરલ આંકનું ચિત્ર

મુંબઈ શૅરબજારના ૧૩ આંકમાંથી ૧૦ સુધર્યા હતા. એમાં સૌથી વધુ ઑટો ૨.૩૫ ટકા સુધરી ૮૬૫૦.૫૨ બંધ રહ્યો હતો. ઑટોમાં તાતા મોટર્સ ૩.૨૧ ટકા સુધરી ૧૬૦.૯૫ બંધ રહ્યો હતો. આઇટી આંક ૨.૦૩ ટકા વધી ૫૩૩૮.૫૮ બંધ રહ્યો હતો. એમસીએક્સની પ્રમોટર કંપની ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીનો શૅર ૩.૭૨ ટકા વધી ૮૩૫.૪૦ રૂપિયા થઈ ગયો હતો. ગઈ કાલે કંપનીની વાર્ષિક સામાન્ય સભા પણ મળી હતી. એફએમસીજી, ઑઇલ ઍન્ડ ગૅસ, બૅન્કેક્સ અને ટેક આંકો ૧થી ૨ ટકા તો પાવર, પીએસયુ, રિયલ્ટી અને મેટલ ૧ ટકાથી ઓછા પ્રમાણમાં સુધર્યા હતા. ઘટવામાં હેલ્થકૅર આંક ૦.૧૩ ટકા ઘટી ૫૯૦૨, કૅપિટલ ગુડ્સ ૦.૮૯ ટકા ઘટી ૧૦,૮૭૨ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૩૬ ટકા ઘટી ૬૨૯૭ રહ્યા હતા.

ઍડ્વાન્સ કરતાં ડિક્લાઇન્સ વધુ

૨૮૮૨ ટ્રેડેડ શૅરોમાંથી ૧૨૬૫ વધ્યા તો ૧૫૦૭ ઘટuા એથી ડિક્લાઇન્સનું પ્રમાણ ૫૨.૨૯ ટકા રહ્યું હતું.

ટર્નઓવર

કૅશ વિભાગનું ટર્નઓવર બીએસઈમાં ૨૨૭૨.૧૨ કરોડ રૂપિયાનું તો એનએસઈમાં ૧૩,૧૨૧.૬૨ કરોડ રૂપિયાનું થયું હતું. એનએસઈના એફ ઍન્ડ ઓ વિભાગનું ટર્નઓવર ૨,૨૭,૮૮૦ કરોડ રૂપિયા થયું હતું.

એફઆઇઆઇની ચોખ્ખી વેચવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૩૫૩૯.૩૨ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૩૭૬૯.૬૨ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૨૩૦.૩૦ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૦૫૮.૭૭ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૪૬૧.૬૫ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૪૦૨.૮૮ કરોડ રૂપિયા જોવા મળી હતી.

૧ મહિનામાં લાર્સન ૧૫ ટકા ઘટ્યો, વર્ષની નીચી સપાટીએ

જેમ ડીએલએફનો ભાવ ૧ મહિનામાં દસ ટકા વધ્યો એ માની ન શકાય એવી જ વાત લાર્સન ઍન્ડ ટુબ્રોનો શૅર ૩૦ દિવસમાં ૧૪.૯૧ ટકા ઘટી જાય અને ગઈ કાલે ૧૩૫૦નું વાર્ષિક નવું લો નોંધાવે એ પણ મનાય નહીં એવી વાત છે, પણ એ હકીકત જ છે. ૧૭૧૯.૯૦નો મન્થ્લી હાઈ, ૧૪૮૩.૭૦નો વીકલી હાઈ અને ૨૨૧૨નો બાવન સપ્તાહનો ઊંચો ભાવ દેખાડનાર લાર્સન ગઈ કાલે ૨.૪૭ ટકા ઘટી ૧૩૬૯.૫૫ બંધ રહ્યો હતો. કંપનીના ઑર્ડર ફ્લો ધીમો પડવાની, પ્રોજેક્ટ એક્ઝિક્યુશનની સ્પીડ ઘટવાની તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૅપિટલ ગુડ્સ સેક્ટરોમાં વ્યાપેલી મંદીને કારણે ભાવ ઘટતો હોવાનું ઍનલિસ્ટોનું માનવું છે.


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2011 07:04 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK