વેન્ચર ઇન્વેસ્ટિંગના અલગ-અલગ વિકલ્પોમાંથી એકની પસંદગી કરી શકાય

Updated: Jun 03, 2019, 22:57 IST | ઇન્વેસ્ટમેન્ટ એક સાહસ - સંજય મહેતા | મુંબઈ

દરેક રોકાણકારોને એક સામાન્ય સવાલ એ સતાવતો હોય છે કે મારે રોકાણ શેમાં કરવું ? અને જો હું રોકાણ કરું તો એમાં કેટલું વળતર મળશે ?

રોકાણ
રોકાણ

દરેક રોકાણકારોને એક સામાન્ય સવાલ એ સતાવતો હોય છે કે મારે રોકાણ શેમાં કરવું ? અને જો હું રોકાણ કરું તો એમાં કેટલું વળતર મળશે ? વળી એ વળતર કેટલું સેફ છે? વેન્ચર ઇન્વેસ્ટિંગ રોકાણની નવી પદ્ધતિ છે. દરેક નવું કામ શરૂ કરતાં પહેલાં અનુભવીની સલાહ કે મદદ લેવી એ ધંધાનું પહેલું પગથિયું છે, નહીં તો પછી અનુભવે ઘડાવું પડે છે. અનુભવીની મદદને કારણે રિસ્ક ફેક્ટર ઘટી જાય છે અને સફળ  થવાની શક્યતાઓ વધતી જાય છે.

હવે જ્યારે એ નક્કી  છે કે તમારે વેન્ચર ઇન્વેસ્ટિંગમાં રોકાણ કરવું છે, ત્યારે અનેક સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરી સફળતા મેળવનાર સંજય મહેતા કહે છે કે હું તમને ભલામણ કરીશ કે તમે એન્જલ નેટવર્ક સાથે જોડાવ. એન્જલ નેટવર્ક એ એવા રોકાણકારોનું ગ્રુપ છે જે સ્ટાર્ટ-અપ્સમાં સીડ સ્ટેજ, પ્રિ-રેવન્યુ  અથવા શરૂઆતના તબક્કામાં રોકાણ કરે છે. આ એવા ગ્રુપ કે સિન્ડિકેટ હોય છે જે વેન્ચર કેપિટલનું બંધારણ ધરાવતા હોય છે અને ડીલ ટુ ડીલ બેઝિઝ પર કામ કરતા હોય છે, જે રોકાણ કરવા જેવા સ્ટાર્ટઅપ્સની માહિતી મેળવી તેના રોકાણના ડોક્યુમેન્ટસ તૈયાર કરતા હોય છે. એક વાર તમે એન્જલ નેટવર્ક સાથે આ પ્રકારની બે-ચાર ડીલ કરશો એટલે તેની પ્રોસેસ ખબર પડશે કે કઇ રીતે સબ્સ્ક્રીપ્શન કામ કરે છે, ડીલની બારિકીઓ શું હોય છે અને કઇ ડીલ અન્યોની સરખામણીએ વધુ સફળ રહે છે. 

બીજુ મોડેલ એ છે કે તમે ફેમિલી-ઑફિસ સિન્ડિકેટ સાથે જોડાવ. આ ફેમિલી-ઑફિસ સિન્ડિકેટ પાસે રોકાણ માટેના પૂરતાં નાણાં હોય છે અને તે ડીલને લીડ કરતા હોય છે. જો તમે એવી ફેમિલી-ઑફિસ સિન્ડિકેટ સાથે જોડાશો તો ફાયદામાં રહેશો. અને છેલ્લો વિકલ્પ એ છે કે તમે વેન્ચર કેપિટલ ફર્મ સાથે લિમિટેડ પાર્ટનર બનો. મોટા ભાગની વેન્ચર કેપિટલ ફર્મ્સ વર્ષે દહાડે ૨ ટકાથી ૨.૫ ટકા મેનેજમેન્ટ ફી ચાર્જ કરતી હોય છે, કેટલીક ફર્મ ફી ચાર્જ નથી પણ કરતી. કેટલીક મોટી કંપનીઓમાં ૪-૫ વર્ષે કેપિટલના પ્રમાણમાં ફીમાં ઘટાડો પણ કરાતો હોય છે અથવા એ વખતે જે કેપિટલ હોય તેના પર જ ફી લેવાતી હોય છે. વેન્ચર કેપિટલના ફન્ડ મેનેજર્સ કેરી (જેને  કેરીડ ઇન્ટરેસ્ટ, પ્રોમોટ અથવા બેક એન્ડ વગેરે પણ કહેવાય છે)માંથી પોતાનું વળતર મેળવતા હોય છે. કેરી એટલે ફન્ડમાં રોકાણકારો દ્વારા કરાયેલાં રોકાણના નફામાં જનરલ પાર્ટનરનો શૅર, જે ૧૫ ટકાથી લઇને ૩૦ ટકા સુધીનો હોય છે પણ સામાન્યપણે એ ૨૦ ટકા હોય છે. લિમિટેડ પાર્ટનરને ફન્ડમાંથી તેનું પૂરેપુરું રોકાણ પાછું મળે ત્યારે જનરલ પાર્ટનર તેમાંથી ૨૦ ટકા  રાખી બાકીની ૮૦ ટકા રકમ તેને આપે છે. મેનેજમેન્ટ ફી સાથે આ સિસ્ટમને  ૨ ઍન્ડ ૨૦ મોડેલ કહેવાય છે. 

બધા જ રોકાણકારો એકસરખા જ હોય એ જરૂરી નથી એથી તમારે એ નક્કી કરવાનું છે કે વેન્ચર ઇન્વેસ્ટિંગનું ક્યું મોડલ તમારા માટે યોગ્ય છે. જો તમે ડોમેન એક્સપર્ટ છો અને એ માટે સમય ફાળવી શકો છો તો એન્જલ ઇન્વેસ્ટમેન્ટ તમને તક આપે છે. જો તમારા પાસે રોકાણ માટે નાણાં છે અને તમે એનું અલગ અલગ કંપનીમાં રોકાણ કરવાનું ગણતરીપૂવર્‍કનું જોખમ લઇ શકો છો તો એ નાણાંનું રોકાણ કરી શકો છો.

એન્જલ ઇન્વેસ્ટમેન્ટમાં બહુ બધો સમય આપવો પડે છે અને સતત ધ્યાન આપવું પડે છે. જો તમે એ ન કાઢી શકતા હો તો તમારા માટે વેન્ચર કેપિટલ ફર્મ સાથે પાર્ટનર બનવાનો વિકલ્પ બેસ્ટ છે.

એન્જલ ઇન્વેસ્ટર તરીકે તમે બધી જ પ્રોસેસના સાક્ષી બનો છો, જેમાં એ સ્ટાર્ટ અપ્સ કંપની શોધવી, એમાં અલગ અલગ તબક્કાવાર ઇન્વેસ્ટમેન્ટના નિર્ણય લઇ તેને આગળ વધતી સફળ અથવા નિષ્ફળ થતી જોવી અને પછી છેલ્લે તેમાંથી એકિઝટ લેવી. એ દરેક તબક્કે તમારે તમારો નિર્ણય જાતે લેવાનો હોય છે. 

જ્યારે કે વેન્ચર ફન્ડના રોકાણકાર તરીકે તમારે નાણાંનું રોકાણ કરી ફક્ત પેસિવ ભૂમિકા ભજવવાની હોય છે. ફન્ડ મેનેજર તમારા વતી એ નિર્ણયો લઇ કામ કરતા હોય છે. તમારે એ નક્કી કરવાનું છે કે તમારા માટે વેન્ચર ઇન્વેસ્ટિંગનું ક્યું મોડેલ કામ કરે છે.

વ્યક્તિગત રીતે હું એન્જલ ઇન્વેસ્ટર તરીકે રોકાણ કરું છું, કારણકે હું સ્ટાર્ટ અપ્સ સાથે કામ કરું છું. સતત સંકળાયેલો રહું છું. વર્ષમાં અંદાજે ૧૦ થી ૧૨ ડીલ કરું છું. એ કંપની ઊભી કરવામાં એક્ટિવ પાર્ટ લઉ છું. મને સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરવું એટલા માટે ગમે છે કે નાણાંનું રોકાણ કર્યા બાદ હું એના માટે સમય ફાળવી શકું છું. જ્યારે કે બીજા રોકાણ જેવા કે શૅર્સ કે પછી રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યા બાદ તેમાં વળતર મેળવવા પર મારો કોઇ કન્ટ્રોલ હોતો નથી. વેન્ચર ઇન્વેસ્ટિંગ એ લોકોના સાથ સહકાર સાથે કરવાનો બિઝનેસ છે. જો તમને લોકોને મળવું ગમતું હોય તેમની સાથે કામ કરી તેમને મદદ કરવાનું ગમતું હોય, તો તમને સફળતા મળવાની પૂરી શક્યતાઓ હોય છે. સ્ટાર્ટ અપ્સના શરૂઆતના તબક્કામાં હું તેના ફાઉન્ડર સાથે મુખ્ય રોકાણકાર(લીડ ઇન્વેસ્ટર)તરીકે એ સ્ટાર્ટ અપને સફળ બનાવવા કામ કરતો હોઉં છું. એથી હવે સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરવાના ફાયદા અને નુકસાન જોવા કરતાં પહેલાં આપણે સ્ટાર્ટ અપ્સ શું છે એ સમજીએ.

મોટા ભાગના એટલે કે ૯૯ ટકા સ્ટાર્ટ અપ્સને એક મુખ્ય રોકાણકાર(લીડ ઇન્વેસ્ટર)ની જરૂર પડતી હોય છે. જ્યાં સુધી એ મુખ્ય રોકાણકાર(લીડ ઇન્વેસ્ટર)ઇન્વેસ્ટ ન કરે ત્યાં સુધી બીજા રોકાણકારો એ વેન્ચરમાં રસ ધરાવી રોકાણ કરતા નથી. એથી એ સ્ટાર્ટ અપના ફાઉન્ડરને જ્યાં સુધી મુખ્ય રોકાણકાર(લીડ ઇન્વેસ્ટર) ન મળે ત્યાં સુધી એ અંધારામાં ગોથા ખાતા હોય છે, તેમનો પ્રોજેક્ટ આકાર લઇ શકતો નથી.

મોટા ભાગના વેન્ચર કેપિટલ, ફેમિલી ઓફિસ અને એન્જલ ઇન્વેસ્ટર એ જાણવા માગતા હોય છે કે મુખ્ય રોકાણકાર(લીડ ઇન્વેસ્ટર)કોણ છે ? ફાઉન્ડરને તેમનો પહેલો સવાલ હંમેશાં આ જ હોય છે. મુખ્ય રોકાણકાર(લીડ ઇન્વેસ્ટર) હંમેશાં પહેલા રોકાણ કરે છે. વળી શરૂઆતના એ તબક્કે એ સૌથી વધુ રોકાણ કરતા હોય છે. એટલું જ નહીં શરૂઆતનાં તબક્કામાં એ અન્ય બીજા બધાં કરતાં વધુ જવાબદારી પણ લેતા હોય છે.

મુખ્ય રોકાણકાર(લીડ ઇન્વેસ્ટર) હંમેશાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં બધી જ રીતની સાવચેતીપૂવર્‍ક ચકાસણી કરતા હોય છે અને એ પછી ફાઇનાન્સની, રોકાણની ચોક્કસ ટર્મ્સ, શરતો નક્કી કરતા હોય છે જે બીજા ઇન્વેસ્ટરોને પણ લાગુ પડે છે. ટૂંકમાં જોઈએ તો મુખ્ય રોકાણકાર(લીડ ઇન્વેસ્ટર),

૧. શરૂઆતના તબક્કે ૧૦-૧૫ ટકાનું રોકાણ કરતા હોય છે.

૨. સ્ટાર્ટ અપ્સ સાથે મળી રોકાણની ચોક્કસ શરતો બનાવે છે.

૩. ફન્ડ રેઇઝિંગ વખતે રોકાણકારોની સિન્ડિકેટનું પ્રતિનિધિત્વ કરી સ્ટાર્ટ અપ્સ વિશે જણાવી, શરતો શું છે એની માહિતી આપે છે અને રોકાણકારોની શંકાઓનું સમાધાન કરે છે.

૪. સ્ટાર્ટ અપ્સના બોર્ડ પર પદાધિકારી બની તેના પર ધ્યાન રાખે અથવા ઓબ્ઝવર્‍ર તરીકે કંપનીના કામ પર નજર રાખે છે.

૫. સ્ટાર્ટઅપ્સ સાથે મળી બીજા તબક્કાના ફન્ડ રેઇઝિંગ સુધી એક્ટિવ પાર્ટ લે છે.

જે કોઇ પણ વેન્ચર ઇન્વેસ્ટિંગ કરવા માગતા હોય તેમણે સૌથી પહેલા સફળ મુખ્ય રોકાણકાર (લીડ ઇન્વેસ્ટર) સાથે જોડાવું જોઈએ અને તેની રોકાણની થિયરીને અનુસરવું જોઈએ. ખાસ કરીને ભારતના સફળ સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરતા અને એ સ્ટાર્ટ અપ્સને કન્ટ્રોલ કરતા મુખ્ય રોકાણકારો (લીડ ઇન્વેસ્ટર્સ)ના ઇનર સર્કલમાં પ્રવેશ મેળવવો બહુ મુશ્કેલ હોય છે.

મુખ્યત્વે રોકાણકારો દરેક સ્ટાર્ટ અપ્સમાં સીડ સ્ટેજ વખતે શું તક છે, સિરિઝ A વખતે કેટલી શક્યતાઓ છે અને સિરિઝ ગ્† વખતે સ્ટાર્ટ અપ્સ કેટલું પર્ફોર્મ કરે છે તેના પુરાવા જુવે છે.

આ વખતે આપણે જોયું કે ક્યા પ્રકારના વેન્ચર ઇન્વેસ્ટિંગ તમારા માટે યોગ્ય છે. હવે પછી આપણે વેન્ચર ઇન્વેસ્ટમેન્ટમાં શું કરવું અને શું ન કરવું એ, અને કઇ રીતે વેન્ચર ઇન્વેસ્ટમેન્ટની ડીલ કરવી તેની છણાવટ કરીશું. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK