કજરિયા સિરૅમિક્સમાં મધ્યમ ગાળા માટે રોકાણ કરી શકાય
Published: 24th October, 2011 19:54 IST
કજરિયા સિરૅમિક્સ લિમિટેડ એ ભારતમાં સિરૅમિક્સ ટાઇલ્સનું ઉત્પાદન કરતી બીજી મોટી કંપની છે. આ ઉપરાંત કંપની ઇમ્ર્પોટેડ ટાઇલ્સ અને સૅનિટરીવેર જેવી પ્રોડક્ટો પણ ઑફર કરે છે. કંપની આશરે ૨૦ દેશોમાં ટાઇલ્સની નિકાસ કરે છે. એફઆઇઆઇ (વિદેશી સંસ્થાકીય રોકાણકાર) કંપનીમાં સતત તેમનો હિસ્સો વધારી રહ્યા છે. હાલમાં એફઆઇઆઇનું હોલ્ડિંગ ૫.૦૮ ટકા છે જે સપ્ટેમ્બર ૨૦૧૦માં ફક્ત ૧.૮૧ ટકા હતું.
૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧ના અંતે પૂરા થયેલા બીજા ક્વૉર્ટરમાં કંપનીએ ધારણા કરતાં સારાં પરિણામ જાહેર કયાર઼્ છે. આ સમયગાળામાં કંપનીની કુલ આવક ૨૨૨.૨૧ કરોડ રૂપિયાથી ૪૨.૫૫ ટકા વધીને ૩૧૬.૭૬ કરોડ રૂપિયા થઈ છે, જ્યારે કંપનીનો નેટ નફો ૧૩.૩૨ કરોડ રૂપિયાથી ૪૧.૯૦ ટકા વધીને ૧૮.૯૦ કરોડ રૂપિયા થયો છે. સિકંદરાબાદસ્થિત કંપનીના ૨૪ લાખ ચોરસમીટરની ઉત્પાદનક્ષમતા ધરાવતા પૉલિશ્ડ વિટ્રિફાઇડ ટાઇલ્સ પ્લાન્ટે થોડા સમય પૂર્વે જ ઉત્પાદનનો પ્રારંભ કર્યો હતો. કંપની આ પ્લાન્ટની ઉત્પાદનક્ષમતામાં વધારો કરવાની યોજના ધરાવે છે અને ગુજરાતમાં મોરબી પ્લાન્ટની ક્ષમતા જાન્યુઆરી ૨૦૧૨ સુધીમાં ૨૩ લાખ ચોરસમીટરથી વધારીને ડબલ એટલે કે ૪૬ લાખ ચોરસમીટર કરે એવી શક્યતા છે. ભારતમાં મધ્યમ વર્ગની વસ્તીમાં વાર્ષિક દરે એક કરોડ જેટલો વધારો થાય છે, જેને કારણે ટાઇલ્સની ડિમાન્ડમાં પણ જબ્બર વૃદ્ધિ જોવા મળશે. આ ઉપરાંત રિપ્લેસમેન્ટ માર્કેટમાંથી પણ માગમાં વધારો જોવા મળે એવી શક્યતા છે.
કંપનીના મતે આગામી ૨-૩ વર્ષમાં આવકમાં ૨૫ ટકાની વૃદ્ધિ જોવા મળશે. આ ઉપરાંત મજબૂત બ્રૅન્ડ, ડીલર્સ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં વૈવિધ્યકરણ અને સ્થાનિક ટાઇલ્સ માર્કેટમાંથી મજબૂત ડિમાન્ડને કારણે કંપનીની નાણાકીય કામગીરી પર પૉઝિટિવ અસર જોવા મળશે. મધ્યમ ગાળા માટે ૧૫૫ રૂપિયાના ટાર્ગેટ સાથે ઇન્વેસ્ટ કરી શકાય.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK