સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતી વખતે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ (શરતો) કઈ રીતે નક્કી કરવી

Published: Jul 08, 2019, 12:11 IST | ઇન્વેસ્ટમેન્ટ એક સાહસ - સંજય મેહતા | મુંબઈ

નવા આઇડિયા ધરાવતા અને માર્કેટમાં પણ ચાલી શકે, કમાવી આપે એવા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતી વખતે ફાઉન્ડર સાથે કઈ રીતે શરતો નક્કી કરવી, શૅરહોલ્ડરોના એગ્રીમેન્ટમાં ક્યા ક્યા મુદ્દા સાંકળી લેવા એના પર પણ ધ્યાન દેવું જરૂરી હોય છે.

સ્ટાર્ટઅપ્સ
સ્ટાર્ટઅપ્સ

નવા આઇડિયા ધરાવતા અને માર્કેટમાં પણ ચાલી શકે, કમાવી આપે એવા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતી વખતે ફાઉન્ડર સાથે કઈ રીતે શરતો નક્કી કરવી, શૅરહોલ્ડરોના એગ્રીમેન્ટમાં ક્યા ક્યા મુદ્દા સાંકળી લેવા એના પર પણ ધ્યાન દેવું જરૂરી હોય છે.

એન્જલ ઇન્વેસ્ટર સંજય મહેતા આ વિશે માહિતી આપતા જણાવે છે કે રોકાણકાર તરીકે જ્યારે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરો છો ત્યારે તમે જે રકમનું રોકાણ કરવાના છો તેના આધારે ગણતરી કરી તેના વળતરના વેલ્યુએશનના આંકડા નક્કી કરી એગ્રીમેન્ટ બનાવવાનું હોય છે.

એ પછીનું જે સ્ટેપ છે એ તમારે ટર્મશીટ(Term Sheet)તૈયાર કરવાનું છે. ટર્મશીટ(Term Sheet)એ રોકાણકાર અને ફાઉન્ડર વચ્ચેના એગ્રીમેન્ટમાં તેમની વચ્ચે શું સમજૂતી સધાઈ છે તેની ટૂંકમાં માહિતી આપે છે. વળી એમાં એગ્રીમેન્ટમાંના રોકાણકારના(શૅરહોલ્ડરના) મહત્ત્વના મુદ્દાને સમાવી લેવાતા હોય છે.

ટર્મશીટ(Term Sheet)પણ બે પ્રકારની બનતી હોય છે. બાઇન્ડિંગ ટર્મશીટ(Binding Term Sheet) અને નોન બાઇન્ડિગ ટર્મશીટ(Non Binding Term Sheet). બાઇન્ડિંગ ટર્મશીટ(Binding Term Sheet)માં રોકાણકાર અને ફાઉન્ડર શૅરહોલ્ડર એગ્રીમેન્ટ (Share Holder Agreement)બનાવશે અને તેને અનુસરશે એની રજૂઆત કરાઈ હોય છે. જ્યારે નોન બાઇન્ડિંગ ટર્મશીટ(Non Binding Term Sheet)માં રોકાણકાર અને ફાઉન્ડર વચ્ચે એવી ટર્મશીટ(Term Sheet)ને બનાવવી જરૂરી ગણે નહીં એવો વિકલ્પ હોય છે.

એક્સક્લુસિવીટી(Exclusivity)ક્લોઝ : ટર્મશિટ(Term Sheet)માં રોકાણકાર અથવા વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટર દ્વારા એક ચોક્કસ ક્લોઝ (એક્સક્લુસિવિટી ક્લોઝ)નો સમાવેશ કરાતો હોય છે કે જે બધી જ જરૂરી વિધિઓ અને શૅરહોલ્ડર્સ એગ્રીમેન્ટ થાય ત્યાં સુધી ફાઉન્ડરને બાંધી રાખે છે. એક રોકાણકાર તરીકે તમારી પાસે એવો પણ વિકલ્પ હોય છે કે, ટર્મશિટ(Term Sheet) બનાવવાથી લઇને શૅરહોલ્ડર એગ્રીમેન્ટ(Share Holder Agreement)બનાવવા દરમિયાન કાયદાકીય અને નાણાકીય દસ્તાવેજ તૈયાર કરી શકાય છે. આમ પહેલા ટર્મશીટ(Term Sheet) તૈયાર કરાય છે ત્યાર બાદ કાયદાકીય અને આર્થિક વ્યવહારના દસ્તાવેજ અને એ પછી શૅરહોલ્ડર એગ્રીમેન્ટને અંતિમ સ્વરૂપ અપાતું હોય છે. 

શૅરહોલ્ડર એગ્રીમેન્ટમાં તમને એક રોકાણકાર તરીકે પૂરતા રાઇટ્સ મળે એ બાબતનો સમાવેશ થવો બહુ જ મહત્ત્વનું હોય છે.

આ એવા રાઇટસ અને ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કે જે તમને કંપનીમાંથી એકિઝટ લેતી વખતે મદદરૂપ થઈ શકે. આ રાઇટસ અને ટર્મ્સ એન્ડ કન્ડિશન તમારે ફાઉન્ડર પર કન્ટ્રોલ રાખવા નથી હોતા પણ આ રાઇટસ અને ટર્મ્સ એન્ડ કન્ડિશનને કારણે નેક્સ્ટ લેવલના વેન્ચર કેપિટાલિસ્ટ કંપનીમાં રોકાણ કરવા આવે છે ત્યારે તમે સરળતાથી એક્ઝિટ લઇ શકો છો. 

શૅરહોલ્ડર એગ્રીમેન્ટ એ નોન-નેગોશિએબલ હોય છે. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે તમારા રોકાણને સુરક્ષિત કરતા તમામ હક્કો એ એગ્રીમેન્ટમાં સમાવાયા હોય, અને ચોક્કસ સમયે તમે એકિઝટ લઇ શકો. 

શૅરહોલ્ડર એગ્રિમેન્ટમાં તમે જો ટુકડે ટુકડે(Tranches) રોકાણ કરવાના હો તો ક્યા ક્યા તબક્કે કેટલું રોકાણ કરશો તેની મુદ્દાસર સ્પષ્ટતા કરી શકો છો. વળી એ માટે ફાઉન્ડરે દર મહિને ફાઇનશ્યલ રિપોર્ટ  આપવાનો રહેશે તેવો ક્લોઝ પણ રાખી શકાય. જો ફાઉન્ડરને મૂડી(કેપિટલ)માંથી રકમ ઉપાડવાની છૂટ આપી હોય તો એ મેક્સિમમ કેટલું કેપિટલ ઉપાડી શકે તેની પણ લિમિટ બાંધવી જરૂરી હોય છે. આ બધું જ શૅરહોલ્ડર એગ્રીમેન્ટમાં આવરી લેવું જોઈએ.

એગ્રીમેન્ટ સાઇન કરતાં પહેલાં કેટલીક બાબતોની પૂર્તતા(completion) ફાઉન્ડરે કરવાની રહે છે જેને લિસ્ટ ઑફ કન્ડિશન પ્રેસીડેન્ટ (List Of Conditions Precedent)કહેવાય છે. એ પછી જ તેને રોકાણની રકમ મળતી હોય છે.

તમારા રોકાણને સુરક્ષિત કરવું

ડ્રેગ અલોન્ગ(Drag Along)-દરેક પરિસ્થિતિમાં રોકાણકારને સાથે રાખીને જાણ કરવી.

ટેગ અલોન્ગ(Tag Along)-કંપનીમાં મહત્ત્વનો નિર્ણય લેતી વખતે તમારી વિચારણા કરવી.

રોકાણકાર તરીકે હકારાત્મક(Affirmative)હક્ક મળવા જોઈએ.

એક્ઝિટ(Exit)નો હક - ચોક્કસ સમયે તમને એકિઝટ લેવાનો હક હોવો જોઈએ.

ઇન્ફર્મેશન રાઇટસ (Information Rights).

કી ટેકવેઝ

૧. શૅરહોલ્ડર્સને કરાર(Share holder agreement)કંપનીના શૅરહોલ્ડરો વચ્ચે એક ગોઠવણ છે જે કંપનીને શૅરહોલ્ડરોના રાઇટ્સ, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, કંપની કેવી રીતે સંચાલિત અને રૂપરેખા આપવી જોઈએ તેનુ વર્ણન કરે છે.

આ પણ વાંચો : રૂપિયામાં વણથંભી તેજી: ચીનમાંથી વાઇટ ગુડ‍્સની આયાતોના ઘોડાપૂર

૨. શૅરહોલ્ડરોનો કરાર એ નિર્ધારિત કરવાનો છે કે શૅરહોલ્ડરોને યોગ્ય રીતે ગણવામાં આવે અને તેના અધિકારો, રાઇટ્સ, ટર્મ્સ અન્ડ કન્ડિશન સુરક્ષિત હોય.

૩. તે શૅરહોલ્ડર્સને બહારની પાર્ટીઓ ભવિષ્યના શૅરધારકો બની શકે અને લઘુમતી (minority) સ્થિતિ માટે સુરક્ષા(સેફગાર્ડ્સ)પૂરી પાડે છે. તેના નિર્ણયો લેવાની મંજૂરી આપે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK