Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઇન્ટ્રા-ડેમાં ૨૮,૦૦૦ પ્લસ થઈ બજાર પાછું પડ્યું

ઇન્ટ્રા-ડેમાં ૨૮,૦૦૦ પ્લસ થઈ બજાર પાછું પડ્યું

06 November, 2014 05:27 AM IST |

ઇન્ટ્રા-ડેમાં ૨૮,૦૦૦ પ્લસ થઈ બજાર પાછું પડ્યું

 ઇન્ટ્રા-ડેમાં ૨૮,૦૦૦ પ્લસ થઈ બજાર પાછું પડ્યું


શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ


વિશ્વબજારમાં ક્રૂડના ભાવ ૮૨ ડૉલરની નીચે આવી ગયા છે. ઓપેક ક્રૂડમાં તો ૭૮ ડૉલરનું ચારેક વર્ષર્‍નું બૉટમ બન્યું છે. ક્રૂડ જેવી જ હાલત લગભગ તમામ કૉમોડિટીની છે. મહત્વના બાવીસ રૉ-મટીરિયલ્સ કે કૉમોડિટીને આવરી લેતો બ્લુમબર્ગનો કૉમો. ઇન્ડેક્સ ૧૧૫ થઈ ગયો છે, જે જુલાઈ ૨૦૦૯ પછીનું તળિયું છે. ક્રૂડ અને કૉમોડિટીમાં ભાવઘટાડાથી ફુગાવાનો ડર ગાયબ થવા માંડ્યો છે. વ્યાજદરમાં ઘટાડાની શક્યતા વધુ ઊજળી બની છે. સરવાળે બજારે સળંગ છઠ્ઠા દિવસની આગેકૂચમાં સતત ચોથા દિવસે નવું સર્વોચ્ચ શિખર બતાવ્યું છે. સેન્સેક્સ પ્રથમ વાર ૨૮ને પાર કરીને ૨૮૦૧૦ની ટોચે જઈ છેલ્લે ૫૫ પૉઇન્ટના સુધારામાં ૨૭૯૧૬ નજીક તો નિફ્ટી ૮૩૬૫ના શિખરે જઈ ૧૪ પૉઇન્ટના વધારામાં ૮૩૩૮ બંધ રહ્યાં છે. સેન્સેક્સમાં વધઘટની રેન્જ દોઢસો પૉઇન્ટ જેવી તથા નિફ્ટીમાં ૪૨ પૉઇન્ટની રહી હતી. આરંભ અને અંત સારા હતા. વચ્ચેનો ગાળો નેગેટિવ બાયસમાં પસાર થયો હતો. સેન્સેક્સ ઉપરાંત બીએસઈ-૧૦૦, ૨૦૦, ૫૦૦, કાર્બોનેક્સ, બૅન્કેક્સ અને હેલ્થકૅર જેવા ૬ બોન્ચમાર્ક ઑલટાઇમ હાઈ થયા હતા.

રિલાયન્સ ૧૦૦૦ નીચે, ભારતીમાં નબળાઈ

ભારતી ઍરટેલ દ્વારા લૂપ મોબાઇલને ૭૦૦ કરોડ રૂપિયામાં હસ્તગત કરવાનો સોદો પડતો મુકાતાં શૅર ૪૦૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચથી ગગડીને ૧૮૨ રૂપિયા થયા બાદ અંતે ૨.૭ ટકાની ખરાબીમાં ૩૮૫ રૂપિયા બંધ હતો. આશરે ૧૧૨ લાખ શૅરનું ભારે કામકાજ જોવા મળ્યું હતું. રિલાયન્સ એક ટકાના ઘટાડામાં ફરી વાર ચાર આંકડાની નીચે ૯૯૧ રૂપિયા બંધ આવ્યો છે. હીરો મોટોકૉર્પ અને એનટીપીસી ૧.૮ ટકા, તાતા પાવર દોઢ ટકો, એચડીએફસી ૧.૪ ટકા નરમ હતા. સામે આઇટીસી અને હિન્દુ. યુનિલિવર એક ટકો અપ હતા. સેન્સેક્સના ૩૦માંથી ૧૪ શૅર તથા બજારના ૧૫ બોન્ચમાર્ક વધીને બંધ હતા. ઑટો ઇન્ડેક્સ નામ કે વાસ્ત્ો સુધારામાં હતો. બૅન્કેક્સ, હેલ્થકૅર અને આઇટી ઇન્ડેક્સ પોણો ટકો પ્લસ હતો. બજાજ ઑટો ઇન્ટ્રા-ડેમાં ૨૬૨૨ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી અંતે સાડાપાંચ રૂપિયાની પીછેહઠમાં ૨૫૬૮ રૂપિયા હતો. એશિયા ખાતે જૅપનીઝ નિક્કી અડધા ટકાની નજીક તથા સિંગાપોર નજીવું પ્લસ હતું. હૉન્ગકૉન્ગ, ચાઇના તેમ જ થાઇલૅન્ડ અડધા ટકાની આજુબાજુ નરમ હતા. દરમ્યાન શૅરબજાર આજે એટલે કે ગુરુવારે ગુરુ નાનક જયંતી નિમિત્તે બંધ રહેશે. બજારની ગઈ કાલની આગેકૂચ મુખ્યત્વે બૅન્કિંગ, આઇટી તથા હેલ્થકૅર સેગમેન્ટના હેવીવેઇટ્સને આભારી હતી. યુરોપ ખાતે મધ્યસ્થ બૅન્કની પૉલિસી મીટિંગ ૬ તારીખે છે એને અનુલક્ષીને ત્યાંનાં શૅરબજારો પૉઝિટિવ ઓપનિંગ બાદ પોણાથી સવા ટકો ઉપર દેખાતા હતા. પૉઝિટિવ માર્કેટ-બ્રેડ્થમાં ૧૬૧૯ શૅર વધ્યા હતા, ૧૩૯૪ સ્ક્રિપ્સ નરમ હતી, ૩૮૨ કાઉન્ટર તેજીની સર્કિટે તો ૨૩૩ શૅર નીચલી સર્કિટે બંધ હતા. વૈશ્વિક તથા સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં મસમોટા ઘટાડા છતાં જ્વેલરી શૅરમાં વલણ મિશ્ર રહ્યું હતું. ૨૮૨ શૅર ભાવની રીતે બીએસઈ ખાતે ઐતિહાસિક શિખરે ગયા હતા. સામે ૬૧ જાતોમાં એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નીચી સપાટી નોંધાઈ હતી.



બૅન્ક શૅરમાં લાવ-લાવ

ગઈ કાલે બૅન્કેક્સ તથા બૅન્ક નિફ્ટી અનુક્રમે ૧૯૯૪૪ તથા ૧૭૪૨૫ની ઑલટાઇમ હાઈ બનાવી ૧.૪ ટકા મજબૂત બંધ હતા. બૅન્ક નિફ્ટીમાં ૧૨માંથી ૮ તો બૅન્કેક્સમાં ૧૨માંથી ૧૧ શૅર વધ્યા હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૮ ટકા, ઍક્સિસ બૅન્ક ત્રણેક ટકા તથા એચડીએફસી બૅન્ક ૦.૨૫ ટકા વધી સર્વોચ્ચ શિખરે પહોંચ્યા હતા. સ્ટેટ બૅન્ક સવાબો ટકા ઊંચકાયો હતો. આ ચારેય શૅરની આગેકૂચથી સેન્સેક્સને ૮૫ પૉઇન્ટનો ફાયદો થયો હતો. એ ઉપરાંત ફેડરલ બૅન્ક ૧૪૭ રૂપિયાની ઑલટાઇમ ટોચ બનાવી ૧.૩ ટકાના સુધારામાં ૧૪૬ રૂપિયા નજીક, ઇન્ડસ ઇન્ડ બૅન્ક ૭૨૬ રૂપિયાની વિક્રમી લેવલે જઈ બો ટકાની મજબૂતીમાં ૭૨૨ રૂપિયા, કરુર વૈશ્ય બૅન્ક ૫૫૮ રૂપિયાની પોણાબો વર્ષની ટોચે જઈ ૦.૯ ટકાની નરમાઈમાં ૫૪૮ રૂપિયા, કોટક મહિન્દ્ર બૅન્ક ૧૧૩૯ રૂપિયા નજીક સર્વોચ્ચ શિખરે જઈ ૧.૯ ટકાની તેજીમાં ૧૧૩૨ રૂપિયા બંધ હતા. યસ બૅન્ક ૧.૨ ટકા ઘટીને ૬૭૦ રૂપિયા રહ્યો હતો. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૨૪ શૅર પ્લસ હતા. લક્ષ્મી વિલાસ બૅન્ક પોણાચાર ટકાના ઉછાળે અગ્રેસર હતો. આઇઓબી સવાત્રણ ટકા ડૂલ્યો હતો. સ્ટાન્ચાર્ટ પ્લસ ૮૮ રૂપિયાના માર્ચ ૨૦૧૨ પછીના તળિયે જઈ ૨.૭ ટકાની ખરાબીમાં ૮૯ રૂપિયા નીચે બંધ હતો.


ઇન્ફી સતત નવી ટોચે

આઇટી જાયન્ટ ઇન્ફોસિસની નવી સર્વોચ્ચ સપાટીની સફર વણથંભી છે. આ શૅર ગઈ કાલે ૪૧૫૪ રૂપિયાનો નવો વિક્રમ હાંસલ કરી એક ટકાની આગેકૂચમાં ૪૧૨૬ રૂપિયા બંધ હતો. કામકાજના પાંચ દિવસમાં આ કાઉન્ટર ૩૦૬ રૂપિયા અને એક મહિનામાં ૩૬૦૦ રૂપિયાની બૉટમથી ૫૨૬ રૂપિયા વધી ચૂક્યું છે. ૧:૧ બોનસની રેકૉર્ડ-ડેટ ક્યારની થાય છે એની બધા રાહ જુએ છે. ટેક મહિન્દ્ર ૨૬૪૭ રૂપિયાની વિક્રમી સપાટી બતાવી સવા ટકો વધીને ૨૬૧૨ રૂપિયા હતો. હેક્ઝાવેર ટેક્નો ૨૨૨ રૂપિયાની ઑલટાઇમ હાઈ હાંસલ કરીને દસેક ટકાના ઉછાળે ૨૧૬ રૂપિયા હતો. ટીસીએસ અડધો ટકો વધ્યો હતો. તો વિપ્રો ૦.૯ ટકા ઘટીને ૫૫૯ રૂપિયા બંધ હતો. અન્ય આઇટી શૅરમાં એચસીએલ ટેક્નો બો ટકા, રામકો સિસ્ટમ્સ એક ટકો, માઇન્ડ ટ્રી ૦.૯ ટકા અપ હતા. સામે માસ્ટેક અડધો ટકો, એમ્ફાસિસ પોણો ટકો, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ૧.૮ ટકા, પોલારિસ ૨.૨ ટકા નરમ હતા. આઇટી ઇન્ડેક્સ ૧૦માંથી પાંચ શૅરના સુધારામાં પોણો ટકો વધીને બંધ આવ્યો છે.

હેલ્થકૅર ઇન્ડેક્સ નવા શિખરે

હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૭માંથી ૧૧ શૅરના સુધારામાં ૧૪૬૧૫ના વિક્રમી લેવલે જઈ છેલ્લે એક ટકાની મજબૂતીમાં ૧૪૫૫૨ રહ્યો હતો. ગ્લેનમાર્ક ફાર્મા ૩ ગણા કામકાજમાં ૪.૯ ટકાના જમ્પમાં ૭૬૪ રૂપિયા બંધ હતો. ડૉ. રેડ્ડીઝ લૅબ સવાબો ટકા અને સન ફાર્મા ૨.૧ ટકા વધીને બંધ આવતાં માર્કેટને ૨૬ પૉઇન્ટનો લાભ થયો હતો. સિપ્લા પોણા ટકાની નબળાઈમાં ૬૫૮ રૂપિયા હતો. રૅનબૅક્સી, જીએસકે ફાર્મા, લુપિન, કૅડિલા હેલ્થકૅર, બાયોકોન અને અપોલો હૉસ્પિટલ્સ જેવાં કાઉન્ટર દોઢથી બો ટકા જેટલાં મક્કમ હતાં. ટૉરન્ટ ફાર્મા ૧.૩ ટકા વધ્યો હતો. સમગ્ર ફાર્મા સેક્ટરમાં ૭૧ શૅર પ્લસ હતા. ૭૬ શૅર ઘટેલા હતા. બાલ ફાર્મા ૧૪.૪ ટકા ડૂલ્યો હતો. બ્રોકરેજ હાઉસ દ્વારા બોરિશ-વ્યુ જારી થયાની અસરમાં ઇપ્કા લૅબ આગલા બંધથી ૧૧૧ રૂપિયાના કડાકા બાદ છેલ્લે ૧૦.૬ ટકા ગગડીને ૬૬૭ રૂપિયા રહ્યો હતો. માર્કસન્સ ફાર્મા ૪.૬ ટકા, નાટકો ૨.૪ ટકા, ન્યુલૅન્ડ લૅબ ૨.૯ ટકા, થેમિસ મેડિકૅર પાંચ ટકા અને વૉકહાર્ટ ૨.૪ ટકા નરમ હતા. યુનિકેમ લૅબ ૫.૮ ટકા વધ્યો હતો. સામે જેબી કેમિકલ્સ બો ટકાથી વધુના ઘટાડે ૨૨૫ રૂપિયા બંધ હતો.


મેટલ શૅરમાં મોટી નબળાઈ

મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરની પીછેહઠમાં ૩૫૮ પૉઇન્ટ કે ૩ ટકાથી વધુ પીગળ્યો હતો. એકમાત્ર ભૂષણ સ્ટીલ ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૧૧૭ રૂપિયા નજીક બંધ હતો. સેન્સેક્સ શૅરમાં હિન્દાલ્કો ૪.૧ ટકા ગગડી ૧૫૭ રૂપિયા, સેસા સ્ટરલાઇટ ૩.૮ ટકાની ખરાબીમાં ૨૫૧ રૂપિયા અને તાતા સ્ટીલ ૨.૩ ટકાના ઘટાડે ૪૭૮ રૂપિયા બંધ આવતાં બજારને ૩૨ પૉઇન્ટનો માર પડ્યો હતો. કોલ બ્લૉક્સ સંબંધે સુપ્રીમના ચુકાદાથી દેવામાં કમસે કમ ૩૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થવાની ભીતિમાં જિન્દલ સ્ટીલ સાડાચાર ટકાથી વધુ ઢીલો પડ્યો હતો. એનએમડીસી ૩.૮ ટકા, કોલ ઇન્ડિયા ૩.૨ ટકા, સેઇલ અઢી ટકા અને જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૮ ટકા ડાઉન હતો. મોનેટ ઇસ્પાત ૭.૬ ટકા, વેલકાસ્ટ સ્ટીલ ૭.૧ ટકા, સ્ટીલકો ગુજરાત ૨૦ ટકા, વર્ધમાન ઇન્ડ. ૭.૪ ટકા, સર્દા એનર્જી પાંચ ટકા, મૈથાન અલૉયઝ પાંચ ટકા વધ્યા હતા. નૅશનલ ઍલ્યુમિનિયમ ૩ ટકાથી વધુ ખરડાયો હતો. ટિન પ્લેટ અને હિન્દુસ્તાન કૉપર બો ટકાથી વધુ મજબૂતીમાં બંધ હતા.


આજનાં કંપની પરિણામો

આજે પરિણામો જાહેર કરનારી મહત્વની કંપનીઓનાં નામ આ મુજબ છે: અશોક લેલૅન્ડ, અરવિંદો ફાર્મા, ભારત ગિયર્સ, કૅડિલા હેલ્થકૅર, કૅનેરા બૅન્ક, ધાનુકા ઍગ્રિટેક, દિગ્જામ, જીસીસીએલ કન્ટ્ર., જીસીસીએલ ઇન્ફ્રા., ગ્લૅક્સો સ્મિથ, ગોદરેજ પ્રૉપર્ટી, હિન્દુસ્તાન મિલ, જેએમસી પ્રોજેક્ટ, કેઈઆઇ ઇન્ડ., લક્ષ્મી મિલ કંપની, એલજીબી ર્ફોજ, મનાલી પેટ્રો કેમિકલ, નૅશનલ સ્ટીલ ઍન્ડ ઍગ્રો ઇન્ડ., નોસિલ, રામકો સિમેન્ટ, રામકો ઇન્ડ., રામકો સિસ્ટમ, સાશુન ફાર્મા, સુંદરમ ફાસનર્સ, વેલસ્પન એન્ટરપ્રાઇઝ, વેલસ્પન પ્રોજેક્ટ, તામિલનાડુ પેટ્રો પ્રોડક્ટ.

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2014 05:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK