Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > હવે માત્ર 999 રૂપિયામાં લો ફ્લાઈટમાં ફરવાની મજા, IndiGo લાવી આ ઑફર

હવે માત્ર 999 રૂપિયામાં લો ફ્લાઈટમાં ફરવાની મજા, IndiGo લાવી આ ઑફર

31 July, 2019 03:28 PM IST | મુંબઈ

હવે માત્ર 999 રૂપિયામાં લો ફ્લાઈટમાં ફરવાની મજા, IndiGo લાવી આ ઑફર

ઈન્ડિગો

ઈન્ડિગો


બજેટ એરલાઈન્સ IndiGo પોતાની 13મી વર્ષગાંઠ પર ગ્રાહકો માટે સેલ લઈને આવી છે. આ સેલમાં ઈન્ડિગોએ પોતાના ગ્રાહકોને ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય વિમાનો પર ડિસ્કાઉન્ટ ઑફર કર્યો છે. આ સેલમાં ઈન્ડિગોએ પોતાના ઘરેલૂ વિમાન માટે મિનિમમ ભાડું 999 રૂપિયા અને આંતરરાષ્ટ્રીય વિમાન માટે મિનિમમ ટિકિટ 3499 રૂપિયા કરી દીધા છે.




ઈન્ડિગોએ 999 અને 3,499 રૂપિયાવાળા ઑફર માટે બુકિંગ આજે 31 જૂલાઈથી શરૂ થઈ રહી છે, જે 4 ઑગસ્ટ 2019 સુધી ચાલશે. ઈન્ડિગોએ આ ઑફર વિશે ટ્વીટ કરી જણાવ્યું કે આ ઑફર 15 ઑગસ્ટ 2019થી 28 માર્ચ 2020ની વચ્ચે પ્રવાસીઓ માટે વેલિડ રહેશે.

જોકે, એરલાઈને એ નથી જણાવ્યું કે આ એનિવર્સરી સેલ ઑફર કેટલી સીટ્સ માટે છે. ઈન્ડિગોએ જણાવ્યું કે આ ઑફર પ્રસ્થાન (departure)ની તારીખ ઓછામાં ઓછા 15 દિવસ પહેલા અને ઑફર પીરિયડ દરમિયાન બુકિંગ કરવા પર જ માન્ય રહેશે. એરલાઈન્સે કહ્યું કે ઑફરનો લાભ લેવા માટે પ્રવાસની તારીખ 28 માર્ચ 2020થી આગળની હોવી નહીં જોઈએ. ઈન્ડિગો એનિવર્સરી સેલ ઑફર માટે બુકિંગ ઑફર પીરિયડના દરમિયાન બધા માધ્યમોથી કરવામાં આવશે.


આ પણ વાંચો : લોન લેતા પહેલા ધ્યાનમાં રાખો આ 5 વાતો, નહીં પસ્તાવું પડશે

ઈન્ડિગોએ જણાવ્યું કે આ ઑફરથી ઘરેલૂ વિમાનની બુકિંગ દરમિયાન બેન્ક ઑફ બરોડાના ડેબિટ કાર્ડનો યૂઝ કરવા પર કેશબેક ઑફર પણ ઉપલબ્ધ છે. સાથે જ આંતરરાષ્ટ્રીય વિમાનની બુકિંગ દરમિયાન યસ બેન્કના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર કેશબેક ઑફર ઉપબલ્ધ છે.

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2019 03:28 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK