Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > IndiGo સાથે માત્ર, 3,499 રૂપિયામાં કરો વિદેશ યાત્રા

IndiGo સાથે માત્ર, 3,499 રૂપિયામાં કરો વિદેશ યાત્રા

11 June, 2019 09:30 PM IST | મુંબઈ

IndiGo સાથે માત્ર, 3,499 રૂપિયામાં કરો વિદેશ યાત્રા

IndiGo સાથે માત્ર, 3,499 રૂપિયામાં કરો વિદેશ યાત્રા


જો તમે હાલ પ્લેનની ટિકિટ બુક કરાવી રહ્યા હો, તો લો કોસ્ટ એરલાઈન ઈન્ડિગો ખાસ ઓફર લઈને આવી છે. ઈન્ડિગોની આ ઓફરમાં માત્ર 999 રૂપિયામાં ડોમેસ્ટિક ફ્લાઈટ અને માત્ર 3499 રૂપિયામાં ઈન્ટરનેશનલ ફ્લાઈટની ટિકિટ મળી રહી છે. આ ઓફરમાં લિમિટેડ પીરિયડમાં ટિકિટ બુક થશે અને એક લિમિટેડ પીરિયડ દરમિયાન જ આ મુસાફરી કરી શકાશે. આ ઓફર અંતર્ગત 11 જૂન 2019થી 14 જૂન 2019 સુધી ટિકિટ બુક કરાઈ શકે છે. આ ઓફર અંતર્ગત ટિકિટ માત્ર 26 જૂન 2019થી 28 સપ્ટેમ્બર 2019 સુધી મુસાફરી કરી શકાશે. આ ઓફર અંતર્ગત 15 દિવસ પહેલા ટિકટિ બુક થઈ શક્શે.

ઈન્ડિગોની આ ઓફરમાં દિલ્હી અમદાવાદ વચ્ચેનું ભાડું 1799માં, દિલ્હી બેંગ્લોરનું ભાડુ 3,299 રૂપિયા, દિલ્હી ચંદીગઢનું ભાડું 1,299 રૂપિયા, દિલ્હી-જયપુરનું ભાડું 1,499 રૂપિયા, જયપુર-દિલ્હીનું ભાડું 1,799 રૂપિયા, ગોવા હૈદરાબાદનું ભાડું 1,499 રૂપિયા અને હૈદરાબાદ બેંગ્લોર વચ્ચેનું ભાડું 1,899 રૂપિયા નક્કી કરાયું છે.



ઈન્ટરનેશન રૂટની વાત કરીએ તો દિલ્હીથી અબુધાબીનું ભાડુ, 6,799 રૂપિયા, બેંગ્લોરુથી બેંગકોનું ભાડું 6,899 રૂપિયા, કોલકાતા - બેંગકોકનું ભાડું 5,099 રૂપિયા, હૈદરાબાદ - દુબઈનું ભાડું 8,999 રૂપિયા, દિલ્હી - દુબઈનું ભાડું 7,799 રૂપિયા અને દિલ્હીથી કુઆલાલામ્પુરનું ભાડું 6,599 રૂપિયા નક્કી કરાયું છે. આ હવાઈ યાત્રાની ટિકિટ પર તમામ શરતો લાગુ છે.


આ છે કેશબેક ઓફર

ઈન્ડસઈન્ડ બેન્ક


જો તમારી પાસે ઈન્ડસઈન્ડ બેન્કનું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ છે અને તમે તેનાથી ટિકિટ બુક કરાવો છો તો 20 ટકા કૅશ બેક મળશે, જે વધુમાં વધુ 2 હજાર હોઈ શકે છે અને ઓછામાં ઓછું ટ્રાન્ઝેક્શન 4 હજારનું હોવું જરૂરી છે.

ICICI બેન્ક

આ બેન્કના કાર્ડથી ટિકિટ બુક કરાવવા પર 5 ટકા કેશબેક મળશે, જે વધુમાં વધુ 1000 હોઈ શકે છે, આ માટે લઘુત્તમ ટ્રાન્ઝેક્શન 6 હજારનું હોવું જરૂરી છે.

મોબી ક્વિક

મોબીક્વિક વોલેટ દ્વારા ટિકિટ બુક કરાવવા પર 15 ટકા કેશ બેક મળી શકે છે, જે વધુમાં વધુ 800 રૂપિયા હોઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2019 09:30 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK