ઇન્ડિગો ઍરલાઇન્સે ૨૫૦ વિમાનો માટેનો અત્યાર સુધીનો સૌથી મોટો ઑર્ડર આપ્યો

Published: 16th October, 2014 05:24 IST

ઇન્ડિગો ઍરલાઇન્સે વિમાનો માટેના અત્યાર સુધીના એના સૌથી મોટા ઑર્ડરમાં ઍરબસ ૩૨૦ NEO (ન્યુ એન્જિન ઑપ્શન) પ્રકારનાં ૨૫૦ વિમાનની ખરીદીનો ઑર્ડર આપ્યો છે.

કંપનીએ જણાવ્યા મુજબ દરેક વિમાનના વર્તમાન ભાવને જોતાં એનું કુલ મૂલ્ય ૧.૫૫ લાખ કરોડ રૂપિયા જેટલું થશે. અગાઉ કંપનીએ ૨૦૦૫માં ૧૦૦ અને ૨૦૧૧માં બીજાં ૧૮૦ વિમાનોનો ઑર્ડર આપ્યો હતો. એને ૧૦૦ના ઑર્ડરમાંથી ૯૯ વિમાન મળી ચૂક્યાં છે તથા ૧૮૦ની ડિલિવરી ૨૦૧૫ના અંત ભાગમાં શરૂ થશે. ઍરબસને પણ વિમાનની સંખ્યાની દ્રષ્ટ્રિએ આટલો મોટો ઑર્ડર પહેલી વખત મળ્યો હોવાનું એણે જણાવ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK