આજે તોફાની વધઘટ બાદ બેન્ચમાર્ક સૂચકાંકો દિવસની નીચલી સપાટીએ પહોંચ્યા બાદ મેટલ અને ઓટો શૅર્સના ટેકે ફ્લેટ બંધ રહ્યા હતા. સત્રના અંતે સેન્સેક્સ 37.40 પોઈન્ટ્સ (0.08 ટકા) ઘટીને 44,618.04ના સ્તરે અને નિફ્ટી 4.80 પોઈન્ટ્સ (0.04 ટકા) ઘટીને 13,113.80ના સ્તરે બંધ રહ્યો હતો.
વોલેટિલીટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ 0.3 ટકા વધીને 20.2ના સ્તરે બંધ રહ્યો હતો. આજે 1573 કંપનીઓના શૅરભાવ વધ્યા હતા, 1573 કંપનીઓના શૅર ભાવ ઘટ્યા હતા અને 134 કંપનીઓના શૅરભાવ સ્થિર રહ્યા હતા.
નિફ્ટીમાં કોટક મહિન્દ્ર બૅન્ક, એચડીએફસી બૅન્ક, એચડીએફસી, શ્રી સિમેન્ટ્સ અને બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝના શૅરભાવ ઘટ્યા હતા જ્યારે ગેઈલ, ઓએનજીસી, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન કંપની અને અદાણી પોર્ટ્સના શૅરભાવ વધ્યા હતા. નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં રિયલ્ટી, ફાર્મા, મેટલ, મીડિયા, આઈટી, એફએમસીજી અને ઓટો ઈન્ડેક્સ વધ્યા હતા, જ્યારે અન્ય સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો હતો.
અમેરિકન જૉબ અને હાઉસિંગ ડેટા સુધરતાં સોના-ચાંદીમાં પ્રૉફિટ-બુકિંગથી ઘટાડો
23rd January, 2021 09:55 ISTબે સત્રોમાં સેન્સેક્સ ૯૦૦ પૉઇન્ટ કરતાં વધુ ઘટ્યો
23rd January, 2021 09:54 ISTShare Market: Sensex 746 અંક તૂટ્યું, નિફ્ટી પણ ગબડ્યું, જાણો શું છે કારણ
22nd January, 2021 15:48 ISTઅમેરિકન પ્રેસિડન્ટ બાઇડનની તાજપોશીને બુલિયન માર્કેટે તેજીથી વધાવી
22nd January, 2021 12:17 IST