એક્સર્પોટ-ઇમ્પોર્ટ વચ્ચેનો ગાળો ઑક્ટોબરમાં વધીને ચિંતાજનક સપાટીએ પહોંચ્યો

Published: Nov 10, 2011, 19:42 IST

ઑક્ટોબર મહિનામાં ઇન્ડિયાની નિકાસ ગયા વર્ષના એ જ મહિનાની તુલનાએ ૧૦.૮ ટકા વધી ૧૯.૯ બિલ્યન ડૉલર (અંદાજે ૯૭૫ અબજ રૂપિયા) થઈ હતી. જોકે આયાતનો વૃદ્ધિદર એનાથી પણ વધુ શાર્પ ૨૧.૭ ટકાના પ્રમાણમાં રહેતાં એ ૩૯.૫ બિલ્યન ડૉલર (અંદાજે ૧૯૩૬ અબજ રૂપિયા) થઈ જતાં ઇમ્પોર્ટ-એક્સર્પોટ વચ્ચેનો ગાળો વધુ વધતાં ટ્રેડ ગૅપ (ડેફિસિટ) ૧૯.૬ બિલ્યન ડૉલર (૯૬૦ અબજ રૂપિયા) થઈ ચિંતાજનક સપાટીએ પહોંચી હતી.

 

આમ ઑક્ટોબર મહિનામાં નિકાસ કરતાં આયાત ઑલમોસ્ટ ડબલ થતાં ચિંતા વધી હતી. એપ્રિલથી ઑક્ટોબર સુધીના ૭ મહિનામાં ક્યુમ્યુલેટિવ નિકાસ ૧૭૯.૮ બિલ્યન ડૉલર થતાં ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૪૬ ટકા વધી હતી. ઇમ્પોર્ટ્સનો ૭ મહિનાનો ક્યુમ્યુલેટિવ આંકડો ૨૭૩.૫ બિલ્યન ડૉલર (અંદાજે ૧૩,૪૦૦ અબજ રૂપિયા) થતાં એ ૩૧ ટકાની વૃદ્ધિ દર્શાવતો હતો. કૉમર્સ સેક્રેટરી રાહુલ ખુલ્લરે નિકાસ પર્ફોર્મન્સ વિશે સંતોષ વ્યક્ત કર્યો હતો. જોકે બૅલેન્સ ઑફ ટ્રેડ આ ઝડપે વણસે તો નાણાકીય વર્ષ ૨૦૧૧-’૧૨માં ૧૫૦ બિલ્યન ડૉલર (૭૩૫૦ અબજ રૂપિયા)નો આંકડો વટાવી જાય એ મોટી ચિંતાનો વિષય છે એમ પણ ખુલ્લરે જણાવ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK