૨૦૧૬ સુધીમાં ભારતીય જનોની વ્યક્તિગત સંપત્તિ ત્રણગણી થશે

Published: Dec 25, 2011, 05:32 IST

અગ્રણી ફાઇનૅન્શિયલ સર્વિસિસ કંપની કાર્વીએ તૈયાર કરેલા ઇન્ડિયા વેલ્થ રિપોર્ટમાં જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૦-’૧૧માં ભારતીયોની કુલ વ્યક્તિગત સંપત્તિ ૧૯ ટકા વધીને ૮૬.૫૦ લાખ કરોડ રૂપિયા થઈ છે, જે આગલા વર્ષે ૭૩ લાખ કરોડ રૂપિયા હતી.

 

 

નાણાકીય વર્ષ ૨૦૧૬ સુધીમાં આ વેલ્થ ત્રણગણી વધીને ૨૪૯ લાખ કરોડ રૂપિયા જેટલી થવાનો અંદાજ છે. સંપત્તિમાં વાર્ષિક ૨૩ ટકાની વૃદ્ધિ થશે. કાર્વી ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૨માં સંપત્તિ વધીને ૧૦૬.૮૭ લાખ કરોડ રૂપિયા, ૨૦૧૩માં ૧૩૨ લાખ કરોડ રૂપિયા, ૨૦૧૪માં ૧૬૩ લાખ કરોડ રૂપિયા, ૨૦૧૫માં ૨૦૧.૨૯ લાખ કરોડ રૂપિયા અને ૨૦૧૬માં ૨૪૯ લાખ કરોડ રૂપિયા થશે.


૨૦૧૦-’૧૧માં જે કુલ વ્યક્તિગત સંપત્તિ ૮૬.૫૦ લાખ કરોડ રૂપિયા જેટલી હતી એમાં સૌથી વધુ હિસ્સો ફિક્સ ડિપોઝિટ્સ અને બૉન્ડ્સનો ૩૧ ટકા જેટલો હતો. ફિક્સ ડિપોઝિટ્સ અને બૉન્ડ્સમાં ૨૬.૭૬ લાખ કરોડ જેટલું રોકાણ છે. ઇક્વિટીનો હિસ્સો ૩૦ ટકા જેટલો હતો અને એમાં રોકાણ ૨૫.૭૬ લાખ કરોડ જેટલું હતું. વ્યક્તિગત સંપત્તિમાં ઇક્વિટીનો હિસ્સો અત્યારે ૩૦ ટકા છે એ ૨૦૧૬ સુધીમાં વધીને ૩૭ ટકા જેટલો થવાની ગણતરી છે. વ્યક્તિગત સંપત્તિમાં ઇન્શ્યૉરન્સનો હિસ્સો ૧૭.૬૪ ટકા, સેવિંગ્સ બૅન્ક ડિપોઝિટ્સનો ૭.૧૩ ટકા, સ્મૉલ સેવિંગ્સનો ૬.૦૬ ટકા, પ્રોવિડન્ટ ફન્ડનો ૪.૭૬ ટકા અને મ્યુચ્યુઅલ ફન્ડનો હિસ્સો ૩.૩૪ ટકા જેટલો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK