દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસ ૧૨,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે

Published: Nov 06, 2019, 12:15 IST | Bangalore

દેશની દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસે 12,000 કર્મચારીઓની છટણી કરવાની કરેલી જાહેરાતથી ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં જ જાણીતી આઇટી કંપની કોગ્નિઝન્ટે પણ 13,000 કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી હતી.

ઇન્ફોસીસ
ઇન્ફોસીસ

(જી.એન.એસ.) દેશની દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસે 12,000 કર્મચારીઓની છટણી કરવાની કરેલી જાહેરાતથી ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં જ જાણીતી આઇટી કંપની કોગ્નિઝન્ટે પણ 13,000 કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી હતી અને હવે ઇન્ફોસિસ પણ આ જ રસ્તે જઈ રહી છે. કંપની એવા કર્મચારીઓને છૂટા કરશે જેમનો પગાર બહુ વધારે છે. કંપનીએ જેએલ-૬ કેટેગરીમાં આવતા 2,200 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવાનું નક્કી કર્યું છે.

છટણીમાં મોટાભાગના સિનિયર કર્મયારીઓ હશે
મળી રહેલ માહિતી પ્રમાણે આ કેટેગરીમાં મોટાભાગે સિનિયર કર્મચારીઓ છે. જ્યારે જેએલ-૩, જેએલ-૪ અને જેએલ-૫ કેટેગરીમાં આવતાં બેથી પાંચ ટકા કર્મચારીઓને છૂટા કરવામાં આવશે. આ હિસાબે જોવામાં આવે તો કુલ ૧૨,૦૦૦ કર્મચારીઓને કંપની નોકરીમાંથી છૂટા કરવા જઈ રહી છે. અહેવાલ પ્રમાણે ૫૦ જેટલા કર્મચારીઓ એવા છે જે અસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટના હોદ્દા પર છે. આ તમામને કંપની છૂટા કરશે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

કંપની ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી છટણી કરી રહી છે
ઇન્ફોસિસના ઇતિહાસમાં પહેલી વખત કંપની આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કરી રહી છે. આ પહેલાં કર્મચારીઓ પોતાની જાતે કંપનીમાંથી છૂટા થઈ જતા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK