Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શેરબજારનું આગામી સપ્તાહ સરકારના પેકેજ અને વૈશ્વિક સંકેતો પર રહેશે નજર

શેરબજારનું આગામી સપ્તાહ સરકારના પેકેજ અને વૈશ્વિક સંકેતો પર રહેશે નજર

18 August, 2019 08:35 PM IST | Mumbai

શેરબજારનું આગામી સપ્તાહ સરકારના પેકેજ અને વૈશ્વિક સંકેતો પર રહેશે નજર

ભારતીય શેર બજાર

ભારતીય શેર બજાર


Mumbai : ઘરઆંગણે મિશ્ર મેક્રોડેટા અને વૈશ્વિક મંદીના ભણકારાને કારણે ગત સપ્તાહે ભારતીય બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 231 પોઈન્ટ્સ અથવા 0.62 ટકા ગગડીને 37,350 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી-50 પણ 61.85 પોઈન્ટ્સ અથવા 0.56 ટકા ઘટીને 11,047 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

આગામી સપ્તાહ દરમ્યાન RBI ની બેઠક પર રહેશે નજર
ભારતીય શેરબજારો 12 ઓગસ્ટે બકરી ઈદ અને 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ નિમિત્તે બંધ રહ્યા હતા. આગામી સપ્તાહે બજારની ચાલ માટે રોકાણકારો RBIની બેઠક, વૈશ્વિક સંકેતો, વિદેશી અને સ્થાનિક મૂડીરોકાણના પ્રવાહ અને ડોલર સામે રૂપિયાની ચાલ પર નજર રાખશે.

આગામી સપ્તાહે શેરબજારને દોરે તેવા આ મુખ્ય પાંચ પરિબળો નીચે પ્રમાણે છે.

RBI મિનટ્સ
ભારતીય રિઝર્વ બેન્ક (RBI) 21 ઓગસ્ટના રોજ મોનેટરી પોલિસી રિવ્યૂ પરની મિનટ્સ જાહેર કરશે. મધ્યસ્થ બેન્કે આ મહિનાની શરૂઆતમાં બેન્ચમાર્ક રેપો રેટ 0.35 ટકા ઘટાડીને 5.40 કર્યા હતા.

FPIનો રોકાણ પ્રવાહ
1 જુલાઈથી 9 ઓગસ્ટ સુધીના સમયગાળામાં ભારતીય શેરબજારમાં ₹23,500 કરોડની વેચવાલી કરનાર ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ ગયા સપ્તાહે નેટ બાયર રહ્યા હતા. છેલ્લા સેશનમાં તેમણે ₹718 કરોડના શેર્સની ચોખ્ખી ખરીદી કરી હતી. આ ટ્રેન્ડનો કોઈ પણ ફેરફાર બજારને વધુ ગગડાવી શકે છે.

સરકારના પેકેજની શક્યતા
સરકાર દ્વારા સેક્ટર સ્પેસિફિક પેકેજની ભારે અપેક્ષાઓ છે. સરકારી પેકેજ શેરબજાર અને રૂપિયાનું સેન્ટિમેન્ટ સુધારી શકે છે. હાલમાં ભારે મંદીની સ્થિતિ વચ્ચે ઉદ્યોગો સરકાર પાસેથી GSTના દરમાં ઘટાડા સહિતની સેક્ટર સ્પેસિફિક રાહતની આશા રાખી રહ્યા છે. આ ઉપરાંત તેઓ સુપર રિચ પરના ઈન્કમ ટેક્સ સરચાર્જ જેવી કેટલીક બજેટની દરખાસ્તોના રોલ બેકની પણ આશા સેવી રહ્યા છે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

જીયોજીટ ફાઈનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરના મતે હજુ વૈશ્વિક સંકટો દૂર થયા નથી અને ઘરઆંગણે ઉદ્યોગજગત રાહત પેકેજની અપેક્ષાઓના ઘોડા પર સવાર છે. સરકારની નબળી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લેતાં મર્યાદિત પેકેડથી કોઈ અર્થ સરે તેમ લાગતું નથી. જોકે, આ તબક્કે LTCG અને FPIs પર સુપર રિચ સરચાર્જની દરખાસ્તમાં ફેરફારથી રોકાણકારોને થોડી રાહત મળે તેવી શક્યતા છે. આ ઉપરાંત વધુ રેટ કટ્સ અને લિક્વિડિટીની સ્થિતિમાં સુધારાથી બજારનું જોખમ થોડું ઘટે તેવી શક્યતા છે.

રૂપિયાની ચાલ
સાપ્તાહિક ધોરણે ટ્રેડવોરની ભારે ચિંતા અને વૈશ્વિક બજારોની ઉથલ-પાથલ વચ્ચે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં 35 પૈસાનો ઘટાડો નોંધાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2019 08:35 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK