Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વધારા સાથે શૅર બજારની શરૂઆત, સેન્સેક્સમાં 215 અંકનો ઉછાળો

વધારા સાથે શૅર બજારની શરૂઆત, સેન્સેક્સમાં 215 અંકનો ઉછાળો

01 December, 2020 09:49 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વધારા સાથે શૅર બજારની શરૂઆત, સેન્સેક્સમાં 215 અંકનો ઉછાળો

બીએસઈ

બીએસઈ


આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે શૅર બજારમાં મામૂલી વધારો જોવા મળ્યો છે. ગ્લોબલ સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક વધારો દર્શાવે છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 44,470.26 સુધી પહોંચ્યું, જ્યારે નિફ્ટી 13,064.20 સુધી ઉછળ્યું છે. સેન્સેક્સ 0.11 અને નિફ્ટીમાં 0.09%ની મજબૂતી સાથે કારોબાર થતી જોવા મળી છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાઈ રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.70%ની મજબૂતી દેખાઈ રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.39 ટકાનો વધારો નોંધવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.59%ના વધારા સાથેનો કારોબાર થઈ રહ્યો છે.



હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 215.43 અંક એટલે કે 0.49%ના વધારાની સાથે 44365.15 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 57.90 અંક એટલે કે 0.45% ઉછળીને 13026.85 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, આઈટી, એફએમસીજી, મેટલ અને ફાર્મા શેરોમાં 0.07-1.05% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.07% મજબૂતીની સાથે 29,628.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ અને ઑટો શેરોમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.

દિગ્ગજ શેરોમાં શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગેલ, ડિવિઝ લેબ, ઈન્ફોસિસ અને હિંડાલ્કો 1.63-2.95% સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં નેસ્લે ઈન્ડિયા, ઓએનજીસી, એમએન્ડએમ, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ અને હિર મોટોકૉર્પ 0.50-2.18% સુધી ઘટ્યા છે.


મિડકેપ શેરોમાં એલએન્ડટી ઈન્ફોટેક, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, એસીસી, ઈમામી અને એબી કેપિટલ 3.23-6.34% સુધી ઉછળ્યું છે. જ્યારે ફ્યુચર રિટેલ, અદાણી ગ્રીન, એલએન્ડટી ફાઈનાન્સ, અમારા રાજા અને એમએન્ડએમ ફાઈનાન્શિયલ 1.73-4.98% ઘટ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

01 December, 2020 09:49 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK