Share Market: વધારા સાથે સેન્સેક્સ 203 અને નિફ્ટી 61 અંક ઉપર ખુલ્યું

Published: 23rd October, 2020 09:35 IST | Gujarati Mid-Day Online Correspondent | Dalal Street Mumbai

આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે એટલે શુક્રવારે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે.

બીએસઈ
બીએસઈ

આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે એટલે શુક્રવારે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 203.48 અંક ઉપર 40761.97 સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 61.45 અંક ઉછળીને 11,957.90 પર ખુલ્યું.

છેલ્લા કારોબારી દિવસના ઉથાર-ચઢાવ બાદ શૅર બજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. સેન્સેક્સ 148.82 અંક નીચે 40558.49ના સ્તર પર બંધ થયું હતું અને 41.20 અંકના ઘટાડા સાથે 11896.45ના સ્તર પર બંધ થયું હતું.

આજે પ્રમુખ શૅરોમાં ઈન્ફોસિસ, એનટીપીસી, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને કોલ ઈન્ડિયાના શૅરની શરૂઆત લીલા નિશાન પર થઈ હતી. તેમ જ પાવર ગ્રિડ, હિન્ડાલ્કો, નેસ્લે ઈન્ડિયા, બજાજ ઑટો અને બજાજ ફાઈનાન્સની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી.

સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે બધા સેક્ટર્સ વધારા સાથે ખુલ્યા છે. એમાં ફાર્મા, આઈટી, મીડિયા, એફએમસીજી, પીએસયૂ બેન્ક, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસિઝ, મેટલ, ઑટો, બેન્ક અને પ્રાઈવેટ બેન્ક સામેલ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK