Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Share Market: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 170 અંક ઉપર

Share Market: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 170 અંક ઉપર

29 September, 2020 09:44 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Share Market: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 170 અંક ઉપર

બીએસઈ

બીએસઈ


આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે એટલે મંગળવારે શૅર બજારે ફરીથી વધારા સાથે ઑપનિંગ કરી છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 170.45 અંક વધીને 38151.77ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 44.40 અંકોના વધારા સાથે 11271.95ના સ્તર પર ખુલ્યું છે. છેલ્લા કારોબારી દિવસે ઘરેલૂ શૅર બજાર વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 592.97 અંક ઉપર 37981.63 ના સ્તાર પર બંધ થયું હતું અને નિફ્ટી 177.30 અંકની તેજી સાથે 11227.55ના સ્તર પર બંધ થયું હતું.

આજના પ્રમુખ શૅરોમાં શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેન્ટ્સ, અદાણી પોર્ટ્સ અને એચડીએફસી બૅન્કના શૅર લીલા નિશાન પર ખુલ્યા છે. તેમ જ એચસીએલ ટૅક, આઈસીઆઈસીઆઈ બૅન્ક, પાવર ગ્રિડ અને ભારતી એરટેલની શરૂઆત લાલ નિશાનમાં થઈ હતી.



મંગળવારે સેન્સેક્સના શૅરોમાં TCS, AsianPaint, Titan, Infy, TECHMમાં વધારો જોવા મળ્યો, જ્યારે IndusindBK, ONGC, PowerGrid, BhartiAirtelના શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2020 09:44 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK