Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મામૂલી વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, આ શૅર્સમાં દેખાઈ તેજી

મામૂલી વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, આ શૅર્સમાં દેખાઈ તેજી

26 November, 2020 10:28 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મામૂલી વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, આ શૅર્સમાં દેખાઈ તેજી

મામૂલી વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ

મામૂલી વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ


ભારતીય શૅર બજારમાં ગુરૂવારે શરૂઆતના કારોબારમાં મામૂલી વધારો જોવા મળ્યો હતો. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ ગુરૂવારે 139.49 અંકના વધારા સાથે 43.967.59 પર ખુલ્યું છે. શરૂઆતના કારોબારમાં સવારે 9 વાગીને 28 મિનિટ પર 0.06 ટકા અથવા 26.09 અંકના મામૂલી વધારા સાથે 43,854.19 પર ટ્રેન્ડ કરતા દેખાયા. આ સમયે સેન્સેક્સ 30 શૅરોમાંથી 16 શૅર લીલા નિશાન પર અને 14 શૅર લાલ નિશાનમાં ટ્રેન્ડ કરતા દેખાયા હતા. સૌથી વધારે તેજી લાર્સન એન્ડ ટ્રુબોમાં 1.56 ટકા અને સૌથી વધારે ઘટાડો નેસ્લે ઈન્ડિયાના શૅરમાં 1.04 ટકા દેખાઈ.

ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સની વાત કરીએ તો, ગુરૂવીરે 12,906.45 અંક પર ખુલ્યું છે. શરૂઆતના કારોબારમાં નિફ્ટી સવારે સાડા નવ વાગ્યે 0.09 ટકા અથવા 11.85 અંકના મામૂલી વધારા સાથે 12,870.25 પર ટ્રેન્ડ કરતા દેખાઈ રહ્યા છે. શરૂઆતના કારોબારમાં નિફ્ટીના 50 શૅરોમાંથી 29 શૅર લીલા નિશાન પર, 20 શૅર લાલ નિશાન પર એક શૅર પરિવર્તન વગર કારોબાર કરતા દેખાયા. નિફ્ટીના શૅરોમાં સૌથી વધારે તેજી આ સમયે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટ્રુબો અને બજાજ ઑટોમાં જોવા મળી.



સેક્ટોરિયલ ઈન્ડેક્સના હાલ


સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો, શરૂઆતના કારોબારમાં 4 ઈન્ડેક્સ લીલા નિશાન પર અને બાકીના શૅર્સ લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા. આ સમય દરમિયાન નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસિઝમાં 0.15 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.44 ટકા અને નિફ્ટી રિયલ્ટીમાં 0.14 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તેમ જ નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં 0.25 ટકા, નિફ્ટી પીએસયૂ બેન્કમાં 0.18 ટકા, નિફ્ટી મેટલમાં 0.10 ટકા, નિફ્ટી મીડિયામાં 0.26 ટકા, નિફ્ટી આઈટીમાં 0.48 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.06 ટકા અને નિફ્ટી બેન્કમાં 0.18 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2020 10:28 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK