સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શૅર બજાર ઘટાડા સાથે ખુલ્યું છે. સવારે સવા નવ વાગ્યે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનના 30 શૅરોવાળા સેન્સેક્સ ઈન્ડેક્સ 269.44 અંકોના ઘટાડા સાથે 38,095.91 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 73.65 અંકોના ઘટાડા સાથે 11,243.70ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. સવારે 9 વાગીને 19 મિનિટે નિફ્ટીના 50 શૅરોમાંથી 7 શૅર લીલા નિશાન પર અને 43 શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા.
ભારતીય શૅર બજાર મંગળવારે મામૂલી ઘટાડા સાથે બંધ થયું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ મંગળવારે 0.14 ટકા અથવા 51.88 અંકના ઘટાડા સાથે 38,365.35 પર બંધ થયું. સેન્સેક્સ મંગળવારે 38,498.07 પર ખુલ્યું હતું. કારોબાર દરમિયાન અધિકત્તમ 38,746.48 અંક સુધી અને ન્યૂનતમ 38,275.45 અંક સુધી ગયા.
દિગ્ગજ શેરોમાં ઓએનજીસી, ગેલ, હિંડાલ્કો, યુપીએલ, ટાટા સ્ટીલ, એસબીઆઈ, કોલ ઈન્ડિયા અને ટાટા મોટર્સ 2.18-3.56 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં રિલાયન્સ, એચડીએફસી લાઈફ, વિપ્રો, એશિયન પેંટ્સ, હિરો મોટોકૉર્પ અને સિપ્લા 0.54-1.23 ટકા સુધી વધ્યો છે.
છેલ્લા કારોબારી દિવસે દુનિયાભારના બજાર ઘટાડા સાથે બંધ થયા હતા. અમેરિકા બજાર ડાઉ જોન્સ 632.42 અંક નીચે 27,500.90 પર બંધ થયું હતું, ત્યાં બીજી તરફ નાસ્ડેક 553.87 અંક નીચે 11,068.30 પર બંધ થયું હતું. તેમ જ એસએન્ડપી પણ 95.12 અંક નીચે 3331.84 પર બંધ થયું હતું.
સેન્સેક્સ નવા વિક્રમ ઉંચાઈએ થયું બંધ, IT,Auto કંપનીના શૅરોમાં તેજી
20th January, 2021 15:48 ISTShare Market: શૅર બજાર વધારા સાથે ખુલ્યું, સેન્સેક્સ 49000ને પાર
20th January, 2021 09:48 ISTShare Market: સેન્સેક્સમાં 834 અંકનો ઉછાળો, Bajaj Finservના શૅરમાં ઉછાળો
19th January, 2021 15:45 ISTShare Market: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 480 અંક ઉપર
19th January, 2021 09:40 IST