Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારતીય શૅર માર્કેટ વધારા સાથે બંધ, સેન્સેક્સમાં 622 અંકની તેજી

ભારતીય શૅર માર્કેટ વધારા સાથે બંધ, સેન્સેક્સમાં 622 અંકની તેજી

20 May, 2020 03:45 PM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારતીય શૅર માર્કેટ વધારા સાથે બંધ, સેન્સેક્સમાં 622 અંકની તેજી

બીએસઈ

બીએસઈ


આજે ભારતીય શૅર બજારની શરૂઆત વધારે સાથે જોવા મળી હતી, ત્યારે આજના કારોબારી દિવસનો બજારનો અંત પણ વધારા સાથે થયો છે. આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર 2 ટકાથી વધારે મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 9000ની ઉપર જઈને બંધ થયા જ્યારે સેન્સેક્સે 30800 ઉપર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 9,093.80 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 30,878.31 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.49 ટકા વધીને 11,278.22 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.13%ની મજબૂતીની સાથે 10,472.37 પર બંધ થયા છે.



અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 622.44 અંક એટલે કે 2.06%ની મજબૂતીની સાથે 30818.61 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 187.45 અંક એટલે કે 2.11%ની વધારાની સાથે 9066.55 ના સ્તર પર બંધ થયા છે.


આજે આઈટી, ફાઈનાન્સ સર્વિસ, ઑટો, પીએસયુ બેન્ક, મેટલ, રિયલ્ટી, એફએમસીજી અને ફાર્મા શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 2.02 ટકાના વધારાની સાથે 17840.20ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ડૉ.રેડ્ડીઝ, એચડીએફસી, એમએન્ડએમ, બીપીસીએલ, ગેલ, એલએન્ડટી અને યુપીએલ 5.31-5.93% સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં ભારતી ઈન્ફ્રાટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક, હિરો મોટોકૉર્પ, વેદાંતા, ભારતી એરટેલ અને ઈન્ફોસિસ 0.39-6.97% સુધી ઘટીને બંધ થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2020 03:45 PM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK