Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Share Market : શૅર બજારની ઘટાડા સાથે શરૂઆત, આ શૅર્સમાં દેખાઈ તેજી

Share Market : શૅર બજારની ઘટાડા સાથે શરૂઆત, આ શૅર્સમાં દેખાઈ તેજી

22 September, 2020 09:49 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Share Market : શૅર બજારની ઘટાડા સાથે શરૂઆત, આ શૅર્સમાં દેખાઈ તેજી

બીએસઈ

બીએસઈ


સપ્તાહના બીજા કારોબારી દિવસે શૅર બજારમાં મિશ્ર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક ઘટાડો દર્શાવે છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 37,978.77 સુધી ઘટ્યા જ્યારે નિફ્ટીએ 11,226.95 સુધી તૂટ્યા છે. સેન્સેક્સ 0.11 અને નિફ્ટીમાં 0.23 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.39 ટકાની નબળાઈ દેખાઈ રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.94 ટકાનો ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.29 ટકાના ઘટીને કારોબાર થઈ રહ્યો છે.



હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 41.75 અંક એટલે કે 0.11 ટકાના ઘટાડાની સાથે 37992.39 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 25.90 અંક એટલે કે 0.23 ટકા તૂટીને 11224.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, ઑટો, એફએમસીજી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં 0.98-0.26 ટકા ખરીદારી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.40 ટકા નબળાઈ સાથે 21,280.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે આઈટી અને ફાર્મા શેરોમાં મજબૂતી છે.

દિગ્ગજ શેરોમાં અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, ઝિ એન્ટરટેનમેન્ટ, બીપીસીએલ, હિંડાલ્કો, ગેલ અને ટાટા સ્ટીલ 2.61-5.58 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચયુએલ અને બ્રિટાનિયા 0.46-1.41 ટકા સુધી વધ્યો છે.


મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, અદાણી ગ્રીન, કેનેરા બેન્ક, જિંદાલ સ્ટીલ અને એન્ડ્યુરન્સ ટેક્નોલૉજી 4.98-3.71 ટકા સુધી લપસ્યા છે. જ્યારે રાજેશ એક્સપોર્ટ્સ, 3એમ ઈન્ડિયા, મોતિલાલ ઓસવાલ, હનીવેલ ઑટો અને કેસ્ટ્રોલ 1.13-0.39 ટકા વધ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

22 September, 2020 09:49 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK