ગુરુવારે સ્થાનિક શૅરબજારોમાં સાંકડી વધઘટ થયા બાદ અંતે ઘટાડે બંધ રહ્યાં હતાં. સેન્સેક્સ 95.09 પોઈન્ટ્સ (0.24 ટકા) ઘટીને 38990.94ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈનો નિફ્ટી 7.55 પોઈન્ટ્સ (0.065 ટકા) ઘટીને 11527.45 બંધ રહ્યો હતો. વોલેટિલીટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ ત્રણ ટકા ઘટીને 20.53ના સ્તરે બંધ રહ્યો હતો.
સેન્સેક્સમાં આઈસીઆઈસીઆઈ બૅન્કનો શૅર બે ટકાથી પણ વધુ ઘટ્યો હતો, જ્યારે ટાઈટન સૌથી વધુ (6 ટકા) વધ્યો હતો. વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.4 ટકા વધીને 15,079 અને એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.74 ટકા વધીને 14,761ના સ્તરે બંધ રહ્યો હતો.
નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં મિશ્ર વલણ રહ્યું હતું. નિફ્ટી બૅન્ક સૂચકાંક 1.44 ટકા, નિફ્ટી ફાઈ. સર્વિસીસ 1.04 ટકા, નિફ્ટી મેટલ 0.55 ટકા, નિફ્ટી પીએસયુ બૅન્ક 0.85 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બૅન્ક 1.38 ટકા અને નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ 0.20 ટકા ઘટ્યો હતો. બીજીબાજુ નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.91 ટકા, નિફ્ટી એફએમસીજી 0.75 ટકા, નિફ્ટી આઈટી 1.50 ટકા, નિફ્ટી મીડિયા 0.01 ટકા અને નિફ્ટી ફાર્મા સૂચકાંક 0.94 ટકા વધ્યો હતો.
સરકારે એરલાઈન્સને ફ્લાઈટ્સમાં વધારો કરીને કુલ ક્ષમતાના 60 ટકા જેટલી કરવાની મંજૂરી આપતા એવિયેશન શૅર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. ઈન્ટરગ્લોબ એવિયેશન બે ટકા અને સ્પાઈસજેટનો શૅર 3.5 ટકાથી પણ વધુ વધ્યો હતો. વોડાફોન આઈડિયામાં વેરિઝોન કમ્યુનિકેશન્સ અને એમેઝોન.કોમ ચાર અબજ ડૉલરથી પણ વધુનું રોકાણ કરીને હિસ્સો હસ્તગત કરશે એવા સમાચાર આવતા વોડાફોન આઈડિયાનો શૅર 27 ટકા વધ્યો હતો.
Share Market: Sensex 746 અંક તૂટ્યું, નિફ્ટી પણ ગબડ્યું, જાણો શું છે કારણ
22nd January, 2021 15:48 ISTShare Market: ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 49,500 ઉપર કારોબાર
22nd January, 2021 09:47 ISTSensex 50,000 પર પહોંચ્યા બાદ તૂટ્યું, 167 અંકના ઘટાડા સાથે બંધ
21st January, 2021 15:41 ISTતેજીનો તોખાર:સેન્સેક્સ લૅન્ડમાર્કથી હવે માત્ર ૨૦૮ પૉઇંટના જ અંતર પર છે
21st January, 2021 10:59 IST