Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Share Market :વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 147 અંક ઉછળ્યું

Share Market :વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 147 અંક ઉછળ્યું

10 February, 2021 09:53 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Share Market :વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 147 અંક ઉછળ્યું

બીએસઈ

બીએસઈ


બજેટના દિવસથી શૅર બજારમાં સતત વધારાનો સિલસિલો ચાલુ છે. આજે બુધવારે પણ બજાર ગ્રીન સિગ્નલ સાથે ખુલ્યું છે. સવારે 9.16 વાગ્યે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 147.39 અંકના ઉછાળા સાથે 51,476.47 અંકના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 34.85 અંકના વધારા સાથે 15,144.15ના સ્તર પર ખુલ્યું છે. BSE Sensex છેલ્લા કારોબારી દિવસે 19.69 અંકના ઘટાડા સાથે 51,329.08ના સ્તર પર બંધ થયું છે. NSE Nifty 6.50 અંકના મામૂલી ઘટાડા સાથે 15,109.30 અંકના સ્તર પર બંધ થયું હતું. નિફ્ટી પર IOC, M&M, Tata Motors, JSW Steel અને બજાજ ઑટોના શૅર સૌથી વધારે ઘટાડા સાથે બંધ થયું.

સેન્સેક્સના શૅરોમાં આજે અલ્ટ્રાસેમ્કો, એશિયન પેન્ટ્સ, ઓએનજીસી, રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, હિન્દુસ્તાન યૂનિલીવર, બજાજ ઑટો, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાઈટન અને સનફાર્માના શૅર લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા. તેમ જ પાવરગ્રિડ, ટૅક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એલએન્ડટી અને એચડીએફસી બેન્કના શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા.



મંગળવારે એશિયાના અન્ય બજારોમાં શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, હૉન્ગકૉન્ગના હેન્ગસેન્ગ અને જાપાનના નિક્કેઈ લાભમાં રહ્યા, જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પી નુકસાનમાં રહ્યા. આ બધાની વચ્ચે વૈશ્વિક તેલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂજ 0.40 ટકાના વધારા સાથે 60.94 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું. કાલે ઈન્ટરબેન્ક વિદેશીમુદ્રા વિનિમય બજારમાં કારોબાર દરમિયાન ડૉલરના મુકાબલે રૂપિયો 72.87 પર ઘણો મજબૂત ખુલ્યો. કારોબાર દરમિયાન રૂપિયાએ 72.85 રૂપિયાના ઉચ્ચતમ સ્તર તથા 72.92 રૂપિયાના સપાટીએ પહોંચ્યો હતો અને અંતમાં તે 10 પૈસાની તેજી સાથે 72.87 પર બંધ થયું.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2021 09:53 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK