Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Share Market: ઘટાડા સાથે શૅર બજાર ખુલ્યું, સેન્સેક્સ 280 અંક તૂટ્યું

Share Market: ઘટાડા સાથે શૅર બજાર ખુલ્યું, સેન્સેક્સ 280 અંક તૂટ્યું

27 January, 2021 09:48 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Share Market: ઘટાડા સાથે શૅર બજાર ખુલ્યું, સેન્સેક્સ 280 અંક તૂટ્યું

બીએસઈ

બીએસઈ


આજે બુધવારે ઘરેલૂ શૅર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ સેન્સેક્સ ઈન્ડેક્સ 280.96 અંકના ઘટાડા સાથે 48,066.63ના સ્તર પર અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 81 અંકના ઘટાડા સાથે 14,157.90ના સ્તર પર ખુલ્યું છે. મંગળવારે 72માં ગણતંત્ર દિવસ નિમિત્તે શૅર બજારો બંધ રહ્યા હતા.

આજના પ્રમુખ શૅરોમાં એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, ડિવિસ લેબ અને કોટક મહિન્દ્રા બેન્કના શૅર વધારા સાથે ખુલ્યા હતા. તેમ જ ગ્રાસિમ, બીપીસીએલ, હીરો મોટોકોર્પ અને સન ફાર્માના શૅર લાલ નિશાનમાં ખુલ્યા. સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં બેન્ક, ફાઈનાન્સ સર્વિસિઝ, મેટલ અને ફાર્માની શરૂઆત વધારા સાથે થઈ છે. જ્યારે ઑટો, પ્રાઈવેટ બેન્ક, આઈટી, પીએસયૂ બેન્ક, એફએમસીજી, મીડિયા અને રિયલ્ટી ઘટાડા સાથે ખુલ્યાં છે.



સેન્સેક્સનાં શૅરોમાં આજે 20 શૅરોમાં વેચવાલી છે. ટૉપ ગેનર્સમાં ટેક મહિન્દ્રા, એલએન્ડટી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક, આઈટીસી અને એચડીએફસી બેન્કના શૅર સામેલ છે. જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક, આરઆઈએલ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, કોટક બેન્ક અને એશિયન પેન્ટ્સવાળા શૅર સામેલ છે.


રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ત્રિમાસિક પરિણામ આવ્યા પછી આજે પણ વેચવાલી જોવા મળી રહી છે. તેના શૅક 1.96 ટકા સુધી ઘટી ગયા છે. ફ્યૂચર રિટેલના શૅર પણ 4.9 ટકાના ઘટાડા સાથે ખુલ્યા. ઑટો સેક્ટરમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી કમજોર ઑટો, મેટલ અને ફાર્મા શૅર રહ્યા છે. વૈશ્વિક સંકેતો વિશે વાત કરીએ તો મંગળવારે પ્રમુખ ત્રણ અમેરિકાના બજાર લાલ નિશાનમાં બંધ થયું છે. જ્યારે આજે એશિયાઈ બજારોમાં ખરીદદારી જોવા મળી રહી છે.

છેલ્લા કારોબારી દિવસે ઘરેલૂ શૅર બજારની શરૂઆત લીલા નિશાન પર થઈ હતી. સેન્સેક્સ 262.71 અંકના વધારા સાથે 49,141.25 અંક અને નિફ્ટી 98.10 અંકની તેજી સાથે 14,470ના સ્તર પર ખુલ્યું હતું. ઘરેલૂ શૅર બજારમાં ભારે વેચવાલી છતાં સોમવારે રૂપિયો અમેરિકી ડૉલરના મુકાબલે ત્રણ પૈસાની તેજી સાથે 72.94 પર બંધ થયું. અંતમાં રૂપિયો ત્રણ પૈસા મજબૂત થઈને 72.94 પ્રતિ ડૉલર પર બંધ થયું. શુક્રવારે રૂપિયો 72.97 પ્રતિ ડૉલર પર બંધ થયો હતો. મંગળવારે ગણતંત્ર દિવસ નિમિત્તે ચલણ બજાર બંધ રહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

27 January, 2021 09:48 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK