Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર માર્કેટ કમજોર થઈને બંધ, સેન્સેક્સમાં 86 અંકનો ઘટાડો

શૅર માર્કેટ કમજોર થઈને બંધ, સેન્સેક્સમાં 86 અંકનો ઘટાડો

12 July, 2019 04:08 PM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર માર્કેટ કમજોર થઈને બંધ, સેન્સેક્સમાં 86 અંકનો ઘટાડો

શૅર માર્કેટ કમજોર થઈને બંધ

શૅર માર્કેટ કમજોર થઈને બંધ


સેન્સેક્સ અને નિફ્ટી 0.2%થી નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 11550ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 38736.23 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 87 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 35 અંકોથી વધારાનો ઘટાડો જોવા મળ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.41% સુધીને વધીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.46%નો વધારો નોંધવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.16% સુધી મામૂલી વધારાની સાથે બંધ થયા છે.



બેન્કિંગ, ફાઈનાન્સ સર્વિસ, પ્રાઇવેટ બેન્ક અને એએમસીજી શેરોમાં 0.14-0.45% સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.37%ના ઘટાડાની સાથે 30601.45ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, મેટલ, ફાર્મા, આઈટી, રિયલ્ટી અને પીએસયુ બેન્કમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 86.88 અંક એટલે કે 0.22%ના ઘટાડાની સાથે 38736.23ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 35.20 અંક એટલે કે 0.30% ઘટીને 11547.70ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં વિપ્રો, ઓએનજીસી, બજાજ ફાઈનાન્સ, કોલ ઈન્ડિયા, એલએન્ડટી, પાવર ગ્રિડ, એક્સિસ બેન્ક અને આઈઓસી 1.59-2.97% સુધી તૂટીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં વેદાંતા, સન ફાર્મા, ટાટા સ્ટીલ, એશિયન પેંટ્સ, યસ બેન્ક, હિરોમોટોકૉર્પ અને ટાટા મોટર્સ 1.40-2.41% સુધી મજબૂત થઈને બંધ થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2019 04:08 PM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK