ભારતીય શૅર બજારની કમજોર શરૂઆત, સેન્સેક્સ 36 અંક નીચે

દલાલ સ્ટ્રીટ મુંબઈ | May 13, 2019, 09:35 IST

સપ્તાહના પહેલા કારોબારી સત્રમાં શૅર બજારે કમજોર શરૂઆત કરી છે.

ભારતીય શૅર બજારની કમજોર શરૂઆત, સેન્સેક્સ 36 અંક નીચે
શૅર બજારની કમજોર શરૂઆત

સપ્તાહના પહેલા કારોબારી સત્રમાં શૅર બજારે કમજોર શરૂઆત કરી છે. સવારે સેન્સેક્સ 36 અંકોની કમજોરી સાથે 37,426ના સ્તર પર અને નિફ્ટી 27 અંક તૂટીને 11,251ના સ્તર પર કારોબાર કરી રહ્યાછે. જ્યાં નિફ્ટી 50 શેર્સની વાત કરીએ તો 15 લીલા, 33 લાલ અને 2 પરિવર્તન વગર કારોબાર કરી રહ્યા છે.

જો ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.25%નો ઘટાડો અને સ્મોલકેપ 0.27%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. નોંધનીય છે કે શુક્રવારના કારોબારી સત્રમાં સેન્સેક્સ સતત 8માં દિવસે ઘટાડા સાથે 96 અંક તૂટીને 37,462ના સ્તર પર અને નિફ્ટી 22 અંક તૂટીને 11,278ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સવારના સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 0.11%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.13%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.22%ની તેજી, નિફ્ટી આઈટી 0.28%ની તેજી, નિફ્ટી મેટલ 0.38%નો ઘટાડો, નિફ્ટી ફાર્મા 0.91%નો ઘટાડો અને નિફ્ટી રિયલ્ટી 0.12%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

વૈશ્વિક બજારનો હાલ જોઈએ તો સોમવારના કારોબારી સત્રમાં એશિયાઈ બજારોએ સુસ્ત શરૂઆત કરી છે. જાપાનના નિક્કેઈ 0.50%ના ઘટાડા સાથે 21237ના સ્તર પર, ચીનના શાંઘાઈ 1.08%ના ઘટાડા સાથે 2907ના સ્તર પર, હેન્ગસેન્ગ 0.84%ની તેજી સાથે 28550ના સ્તર પર અને તાઈવાનના કૉસ્પી 0.73%ના ઘટાડા સાથે 2092ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો અમેરિકા બજારની વાત કરીએ તો વીતેલા દિવસે ડાઓ જોન્સ 0.44%ની તેજી સાથે 25942ના સ્તર પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.37%ની તેજી સાથે 2881ના સ્તર પર અને નાસ્ડેક 0.08%ની તેજી સાથે 7916ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK