Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વધારા સાથે બંધ થયું સેન્સેક્સ-નિફ્ટી, આ શૅર્સમાં સૌથી વધારે ઉછાળો

વધારા સાથે બંધ થયું સેન્સેક્સ-નિફ્ટી, આ શૅર્સમાં સૌથી વધારે ઉછાળો

30 December, 2020 03:44 PM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વધારા સાથે બંધ થયું સેન્સેક્સ-નિફ્ટી, આ શૅર્સમાં સૌથી વધારે ઉછાળો

શૅર માર્કેટ

શૅર માર્કેટ


ભારતીય શૅર બજાર બુધવારે વધારે સાથે બંધ થયું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ બુધવારે 0.28 ટકા એટલે 133.14 અંકના વધારા સાથે 47,746.22 પર બંધ થયું છે. સેન્સેક્સ બુધવારે 47,789.03 અંક પર ખુલ્યું હતું. કારોબાર દરમિયાન તે મહત્તમ 47,807.85 અંક અને ન્યૂનતમ 47,358.36 અંક સુધી પહોંચ્યું હતું. બજાર બંધ થતા સમયે સેન્સેક્સના શૅરોમાંથી સૌથી વધારે વધારો અલ્ટ્રાટેક સિમેન્ટમાં 4.11 ટકા, બજાજ ફાઈનાન્સમાં 2.66 ટકા અને મારૂતિમાં 2 ટકા જોવા મળ્યો હતો.

બીજી તરફ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ પણ બુધવારે વધારા સાથે બંધ થયું છે. નિફ્ટી 0.35 ટકા એટલે 49.35 અંકના વધારા સાથે 13,981.95 પર બંધ થયું છે. નિફ્ટી બુધવારે 13,980.90 અંક પર ખુલ્યું હતું. બજાર બંધ થતા સમયે નિફ્ટીના 50 શૅરોમાંથી 34 શૅર લીલા નિશાનમાં અને 16 શૅર લાલ સિગ્નલ દર્શાવી રહ્યા હતા. નિફ્ટી-50માં બુધવારે સૌથી વધારે વધારો અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ અને શ્રી સિમેન્ટના શૅરમાં જોવા મળ્યો હતો.



સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ


બજાર બંધ થતા સમયે બુધવારે કુલ 11 સેક્ટોરિયલ સૂચકાંકોમાંથી 5 શૅર લાલ નિશાન પર છે અને 6 શૅર લીલા નિશાન પર રહ્યા હતા. સૂચકાંકોમાંથી નિફ્ટી ઑટોમાં 1.28 ટકા, નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસિઝમાં 0.22 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.34 ટકા, નિફ્ટી આઈટીમાં 0.15 ટકા, નિફ્ટી મીડિયામાં 0.25 ટકા અને નિફ્ટી મેટલમાં 1.20 ટકાની તેજી નોંધવામાં આવી છે. તેમ જ નિફ્ટી બેન્કમાં 0.20 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.28 ટકા, નિફ્ટી પીએસયૂ બેન્કમાં 0.41 ટકા અને નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં 0.25 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2020 03:44 PM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK