Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વધારા સાથે ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ 124 અંક વધીને 51,000 ઉપર

વધારા સાથે ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ 124 અંક વધીને 51,000 ઉપર

12 February, 2021 09:51 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વધારા સાથે ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ 124 અંક વધીને 51,000 ઉપર

બીએસઈ

બીએસઈ


સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે. આજે સવારે 9.17 વાગ્યે બૉમ્બ સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 124.11 અંક વધીને 51,655.63ના સ્તર પર અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 66.80 અંકના ઉછાળા સાથે 15,083.55ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. છેલ્લા કારોબારી દિવસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ અને ભારતી એરટેલ જેવા પ્રમુખ કંપનીઓના શૅરોમાં ઉછાળા સાથે ઘરેલૂ શૅર બજાર વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 222.13 અંકની તેજી સાથે 51,531.52 અંકના સ્તર પર બંધ થયું હતું. તેમ જ નિફ્ટી 66.80 અંકના વધારા સાથે 15,173.30 અંકના સ્તર પર બંધ થયું હતું.

આજના પ્રમુખ શૅરોમાં પાવરગ્રિડ, એચસીએલ ટૅક, ઈન્ફોસિસ, વિપ્રો અને અદાણી પોર્ટ્સના શૅર ગ્રીન સિગ્નલ સાથે ખુલ્યા છે. તેમ જ આઈટીસી, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, કોલ ઈન્ડિયા અને મારૂતિના શૅર લાલ નિશાન પર ખુલ્યાં છે. સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં આજે એફએમસીજી, મેટલ અને ઑટો સિવાયના તમામ સેક્ટર્સની શરૂઆત વધારા સાથે થઈ છે. એમાં મીડિયા, પીએસયૂ બેન્ક, રિયલ્ટી, બેન્ક, ફાર્મા, ફાઈનાન્સ સર્વિસિઝ, આઈટી અને પ્રાઈવેટ બેન્ક સામેલ છે.



છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ 143.55 અંકના ઘટાડા સાથે 51,165.84ના સ્તર પર ખુલ્યું હતું. તેમ જ નિફ્ટી 33.25 અંકના ઘટાડા સાથે 15073.25ના સ્તર પર ખુલ્યું હતું.


કાલના કારોબારમાં એશિયાના અન્ય બજારોમાં શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, હૉન્ગકૉન્ગના હેન્ગસેન્ગ, જાપાનના નિક્કેઈ અને દક્ષિણ કોરિયાના કોસ્પી લાભ સાથે બંધ થયું. યૂરોપના પ્રમુખ બજારોમાં પણ શરૂઆતના કારોબારમાં તેજી રહી. આ બધાની વચ્ચે વૈશ્વિક તેલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ 0.67 ટકા મજબૂત થઈે 61.06 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું.


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2021 09:51 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK