સેન્સેક્સ 86 અંક વધીને બંધ, નિફ્ટી 11,870ના સ્તર પર

દલાલ સ્ટ્રીટ મુંબઈ | Jun 07, 2019, 15:59 IST

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શૅર માર્કેટની શરૂઆત વધારા સાથે થઈ છે.

સેન્સેક્સ 86 અંક વધીને બંધ, નિફ્ટી 11,870ના સ્તર પર
સેન્સેક્સ 86 અંક વધીને બંધ

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શૅર માર્કેટની શરૂઆત વધારા સાથે થઈ છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ 52.05 અંકોના વધારા સાથે 39,581.77 પર ખુલ્યું, જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 21.45 અંક ઉછળીને 11,865.20 ખુલ્યું. બજાર ખુલતા સમયે નિફ્ટીના 50 શેરોમાંથી 15 શેર લીલા અને 35 લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતા. જોકે વધારા સાથે ખુલ્યા બાદ શરૂઆતના કારોબાર દરમિયાન સેન્સેક્સમાં લગભગ 200 અંકોના ઘટાડા સાથે અને તે 211.04 અંક નીચે ઘટીને 39,318.68ના સ્તર પર કારોબાર કરતા દેખાયા, જ્યારે નિફ્ટી 34.25 અંક લપસીને 11,809.50 પર કારોબાર કરતા દેખાયા.

સવારે 11 વાગ્યે સેન્સેક્સ 28.48 અંકોના વધારા સાથે 39,558.20 અને નિફ્ટી 11.35 અંકોના વધારા સાથે 11,855.10 પર કારોબાર કરતા દેખાયા.

આ પણ વાંચો : શૅર બજારની કમજોર શરૂઆત, નિફ્ટી 11,800ની નીચે

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 86.18 અંક એટલે કે 0.22%ની મજબૂતીની સાથે 39615.90 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 26.90 અંક એટલે કે 0.23%ની નબળાઈની સાથે 11870.70 ના સ્તર પર બંધ થયા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK