વધારા સાથે બંધ થયું સેન્સેક્સ અને નિફ્ટી, બજારમાં તેજી અકબંધ

દલાલ સ્ટ્રીટ મુંબઈ | Jun 10, 2019, 15:56 IST

સપ્તાહના પહેલા દિવસે ભારતીય શૅર બજાર ઉછાળા સાથે ખુલ્યુ અને દિવસભર લીલા નિશાનમાં કારોબાર કર્યા બાદ નિફ્ટી 52.05 અંકોના ઉછાળા સાથે 11922.70 અને સેન્સેક્સ 168.62 અંકની તેજી સાથે 39784.52ના સ્તર પર બંધ થયું.

વધારા સાથે બંધ થયું સેન્સેક્સ અને નિફ્ટી, બજારમાં તેજી અકબંધ
બજારમાં તેજી અકબંધ

સપ્તાહના પહેલા દિવસે ભારતીય શૅર બજાર ઉછાળા સાથે ખુલ્યુ અને દિવસભર લીલા નિશાનમાં કારોબાર કર્યા બાદ નિફ્ટી 52.05 અંકોના ઉછાળા સાથે 11922.70 અને સેન્સેક્સ 168.62 અંકની તેજી સાથે 39784.52ના સ્તર પર બંધ થયું. નિફ્ટી 11900ના સ્તરને અકબંધ રાખવામાં સફળ રહ્યું. બીએસઈના 967 શૅરોમાં તેજી રહી અને 1619 શૅરોમાં ઘટાડો નોંધવામાં આવ્યો.

નિફ્ટીમાં સામેલ 50 કંપનીઓમાંથી 34 વધારા સાથે બંધ થયા જ્યા 16 શૅરોમાં ઘટાડો રહ્યો. નિફ્ટીના જે શૅરોમાં સૌથીી વધારે તેજી જોવા મળી એમાં બ્રિટાનિયા, ટેક મહિન્દ્રા, ટીસીએસ, ભારતી એરટેલ અને ઈન્ફોસિસ સામેલ છે. જ્યાં બીપીસીએલ, યસ બેન્ક, કોલ ઈન્ડિયા, ગેલ અને ટાટા મોટર્સના શૅરોમાં ઘટાડો જોવા મળ્યો.

સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી આઈટી સૌથી વધારે તેજી (1.57%)ની તેજી સાથે બંધ થયું. નિફ્ટી એફએમસીજી, નિફ્ટી ફાર્મા, નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી ઑટો અને નિફ્ટી મેટલ વધારા સાથે બંધ થયું. જ્યાં નિફ્ટી મીડિયા, નિફ્ટી પીએસયૂ બેન્ક, નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસ, નિફ્ટી બેન્ક અને નિફ્ટી પ્રાઈવેટ બેન્ક ઘટાડા સાથે બંધ થયું.

આ પણ વાંચો : શૅર બજારની સારી શરૂઆત, સેન્સેક્સ 300 અંક ઉપર

સેન્સેક્સમાં સામેલ કંપનીઓમાંથી સૌથી વધારે તેજી ટીસીએસ, ઈન્ફોસિસ, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, આઈટીસી અને L&Tમાં નોંધવામાં આવી છે. બીજી તરફ યસ બેન્ક, ટાટા મોટર્સ,કોલ ઈન્ડિયા, ઓએનજીસી, હીરો મોટોકોર્પ અને એચડીએફસીમાં સૌથી વધારે ઘટાડો નોંધવામાં આવ્યો છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK