Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Share Market: Sensex 746 અંક તૂટ્યું, નિફ્ટી પણ ગબડ્યું, જાણો કારણ

Share Market: Sensex 746 અંક તૂટ્યું, નિફ્ટી પણ ગબડ્યું, જાણો કારણ

22 January, 2021 03:48 PM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Share Market: Sensex 746 અંક તૂટ્યું, નિફ્ટી પણ ગબડ્યું, જાણો કારણ

બીએસઈ

બીએસઈ


ઘરેલૂ શૅર બજારમાં શુક્રવારે નફો બુકિંગના કારણે જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. એવી જ રીતે પ્રમુખ ઘરેલૂ સૂચકાંક સતત બીજા સત્રમાં લાલ માર્ક સાથે બંધ થયું છે. BSEના 50 શૅરો પર આધારિત સેન્સેક્સ ઈન્ડેક્સ Sensex 746.22 અંક એટલે 1.50 ટકા તૂટીનં 48,878.54 અંકના સ્તર પર બંધ થયું છે. બીજી તરફ NSE Nifty 218.50 અંક એટલે 1.50 લપસીને 14,371.90 અંકના સ્તર પર બંધ થયું છે. સેક્ટર્સની વાત કરવામાં આવે તે નિફ્ટી બેન્ક, મેટલ અને પીએસયૂ બેન્કના શૅર ત્રણ ટકા લપસી ગયા હતા. તેમ જ એનર્જી, ફાર્મા અને ઈન્ફ્રા સેક્ટરના શૅર એક ટકા ઘટી ગયા છે. જોકે ઑટો ઈન્ડેક્સમાં એક ટકાની તેજી જોવા મળી છે.

આ શૅર્સમાં દેખાયો ઘટાડો



સેન્સેક્સ પર એક્સિસ બેન્કના શૅરોમાં 4.63 ટકાનો સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો. એ જ રીતે એશિયન પેન્ટ્સના શૅર 4.22 ટકા લપસી ગયા. તેમ જ એસબીઆઈનો શૅર 3.80 ટકા તૂટી ગયો. એ સિવાય ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, એનટીપીસી, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, ટાઇટન, કોટક મહિન્દ્રા બેન્ક, આઈટીસી, સન ફાર્મા, મહિન્દ્રા અને મહિન્દ્રા, એચસીએલ ટેક, ભારતી એરટેલ, પાવરગ્રીડ, લાર્સન એન્ડ ટુબ્રો, નેસ્લે ઇન્ડિયા, ડૉ રેડ્ડીઝ અને મારુતિના શૅર લાલ નિશાન સાથે બંધ થયા છે.


આ શૅરોમાં રહી તેજી

બજારમાં જબરદસ્ત ઘટાડો હોવા છતાં બજાજ ઑટોના શૅરોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીના શૅર 10 ટકાના વધારા સાથે થયો છે. હિન્દુસ્તાન યૂનિલીવર, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ, બજાજ ફિનસર્વ અને ઈન્ફોસિસના શૅર પણ લીલા નિશાન સાથે બંધ થયા છે.


અન્ય એશિયાઈ બજારોની વાત કરીએ તો શાંઘાઈ, હૉન્ગકૉન્ગ, સિઓલ અને ટોક્યોના શૅર બજાર પણ લાલ નિશાન સાથે બંધ થયા છે. તેમ જ યૂરોપીય બજારોમાં પણ શરૂઆતના કારોબારમાં ઘટાડોનું વલણ જોવા મળી રહ્યું છે.

શૅર બજારના આંકડાઓ અનુસાર વિદેશી સંસ્થાગત રોકાણકારો ગુરૂવારે ચોખ્ખા ધોરણે ખરીદદારો રહ્યા છે. આંકડાઓ અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરૂવારે 1,614.66 કરોડ રૂપિયાના શૅર ખરીદ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

22 January, 2021 03:48 PM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK