Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Closing Bell: સેન્સેક્સ 276 અંકના વધારા સાથે બંધ, આ શૅરોએ મારી છલાંગ

Closing Bell: સેન્સેક્સ 276 અંકના વધારા સાથે બંધ, આ શૅરોએ મારી છલાંગ

05 October, 2020 03:44 PM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Closing Bell: સેન્સેક્સ 276 અંકના વધારા સાથે બંધ, આ શૅરોએ મારી છલાંગ

બીએસઈ

બીએસઈ


સપ્તાહની શાનદાર શરૂઆત જોવા મળી રહી છે. આજના કારોબારમાં Sensex 275 અંકનો સ્કોર રહ્યો છે. ત્યારે Nifty 11,500ની ઉપર બંધ થવામાં સફળ થયા છે. સેન્સેક્સ 277 અંક વધીને 38,974 પર બંધ રહ્યો છે. ત્યારે નિફ્ટી 86 અંક વધીને 11,503 પર બંધ રહ્યો છે. નિફ્ટી બેન્ક 125 અંક વધીને 22,370 પર બંધ રહ્યો છે. બીએસઈ પર ટીસીએસના શૅરોની કિંમક સોમવારે 7.30 ટકાની તેજી સાથે 2706.85 રૂપિયાના સ્તર પહોંચી. ટીસીએસે રવિવારે શૅર બજારને સૂચિત કર્યું હતું કે બુધવારે કંપનીની બૉર્ડની બેઠકમાં શૅરોને પાછા ખરીદવાના પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવશે. એના સંબંધિત રિપોર્ટ સામે આવ્યા બાદથી કંપનીના શેરમાં તેજી જોવા મળી છે.

સેન્સેક્સ પર ટાટા સ્ટીલના શૅરોમાં 4.71 ટકા, સન ફાર્માના શૅરોમાં 3.23 ટકા, ઈન્ફોસિસના શૅરોમાં ત્રણ ટકા, ટેક મહિન્દ્રાના શૅરોમાં 2.26 ટકા, ઈન્ડસઈન્ડ બેન્કના શૅરોમાં 1.63 ટકાનો વધારો જોવા મળ્યો. એ સિવાય એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેન્ક, હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડ, કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી બેન્ક, મારૂતિ, નેસ્લે ઈન્ડિયા, એક્સિસ બેન્ક અને ઓએનજીસીના શૅર લીલા નિશાનમાં બંધ થયા.



બીજી બાજુ, બજાજ ફિનસર્વના શૅરમાં સૌથી વધુ 2.70 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત બજાજ ફાઇનાન્સના શૅરમાં 1.86 ટકા, ભારતી એરટેલના શૅરમાં 1.85 ટકા અને બજાજ ઑટોના શૅરમાં 1.27 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત પાવરગ્રિડ, આઈટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ, લાર્સન અને ટુબ્રો, રિલાયન્સ, એનટીપીસી, એશિયન પેઇન્ટ, ટાઇટન, એચડીએફસી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શૅર લાલ નિશાન સાથે બંધ થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2020 03:44 PM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK