Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Share Market: શરૂઆતના કારોબારમાં 500 અંકથી વધારે તૂટ્યું સેન્સેક્સ

Share Market: શરૂઆતના કારોબારમાં 500 અંકથી વધારે તૂટ્યું સેન્સેક્સ

28 January, 2021 09:39 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Share Market: શરૂઆતના કારોબારમાં 500 અંકથી વધારે તૂટ્યું સેન્સેક્સ

બીએસઈ

બીએસઈ


આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ગુરૂવારના ઘરેલૂ શૅર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. સવારે 9.26 વાગ્યે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 565.42 અંકના ઘટાડા સાથે 46,844.51ના સ્તર પર અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 167.20 અંકના ઘટાડા સાથે 13,800.30ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ 937.66 અંક તૂટીને 47,409.93 અંકના સ્તર પર બંધ થયું. તેમ જ નિફ્ટી 271.40 ઘટીને 13,967.50 અંકના સ્તર પર બંધ થયું છે. નિફ્ટી ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક, ટાટા સ્ટીલ, ગેલ અને ટાઈટનના શૅરોમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો.




આજના પ્રમુખ શૅરોમાં ઓએનજીસી, એનટીપીસી અને એશિયન પેન્ટ્સ સિવાયની તમામ કંપનીઓના શૅર લાલ નિશાન પર ખુલ્યું. ટૉપના ઘટાડાવાળા શૅરોમાં મારૂતિ, રિલાયન્સ, એમએન્ડએમ, એલએન્ડટી, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, હિન્દુસ્તાન યૂનિલીવર, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે ઈન્ડિયા, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ડિવિસ લેબ, ઈન્ડસઈન્ડ બેન્ક અને સનફાર્મા સામેલ છે.

છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ 280.96 અંકના ઘટાડા સાથે 48,066.63ના સ્તર પર ખુલ્યું હતું. તેમ જ નિફ્ટી 81 અંકના ઘટાડા સાથે 14,157.90ના સ્તર પર ખુલ્યું હતું. પ્રી-ઓપન દરમિયાન સવારે 9.02 વાગ્યે સેન્સેક્સ 352.43 અંક નીચે 47,057.50 સ્તર પર થયું હતું. તેમ જ નિફ્ટી 226.10 અંક ઘટીને 13,741.40ના સ્તર પર હતું.


બુધવારના ઈન્ટબેન્ક વિદેશીમુદ્રા વિનિમય બજારમાં રૂપિયા ડૉલરના મુકાબલે બે પૈસાની તેજી સાથે 72.92 પ્રતિ ડૉલર પર બંધ થયું હતું. રૂપિયો 72.91 પર ખુલ્યું. કારોબારના દરમિયાન 72.78ના ઉચ્ચ સ્તર પર અને 72.94ના નિમ્ન સ્તર સુધી જયા બાદ અંતમાં રૂપિયો બે પૈસા મજબૂત થઈને 72.92 પ્રતિ ડૉલર પર બંધ થયું. કાલે વૈશ્વિક તેલ બજારના સંકેતની માનીએ તો બ્રેન્ટ ક્રૂડના વાયદા ભાવમાં 0.61 ટકાનો વધારો 56.25 ડૉલર પ્રતિ બેરલ પર બોલાય છે.

Whatsapp-channel Whatsapp-channel

28 January, 2021 09:39 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK