ભારતીય શૅર બજાર: નિફ્ટી 9100 સ્તર પર બંઘ, સેન્સેક્સ 190 અંક નીચે

Published: May 12, 2020, 15:42 IST | Gujarati Mid-day Online Correspondent | Dalal Street Mumbai

ભારતીય શૅર બજારે સવારે ઘટાડા સાથે શરૂઆત કરી હતી અને અંત પણ ઘટાડા સાથે થયું છે. આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ 0.60% અને નિફ્ટી 0.46% નબળા થઈને બંધ થયા છે.

ભારતીય શૅર બજાર
ભારતીય શૅર બજાર

ભારતીય શૅર બજારે સવારે ઘટાડા સાથે શરૂઆત કરી હતી અને અંત પણ ઘટાડા સાથે થયું છે. આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ 0.60% અને નિફ્ટી 0.46% નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 9200 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 31371.12 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સ 190 અંકો સુધી નીચે ગયું, જ્યારે નિફ્ટીમાં 42 અંકોનો ઘટાડો દેખાઈ રહ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવાને મળી છે. BSEના મિડકેપ ઈન્ડેક્સ 0.75% સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.72%નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. BSEના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.58%ની નબળાઈની સાથે બંધ થયા છે.

બેન્કિંગ, ફાર્મા, ફાઈનાન્સ સર્વિસ અને પ્રાઇવેટ બેન્ક 0.66-0.22%સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.46 ટકાના ઘટાડાની સાથે 18862.85ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પીએસયુ બેન્ક, ઑટો, રિયલ્ટી, મેટલ, આઈટી અને એફએમસીજી શેરોમાં વધારો નોંધવામાં આવી રહ્યો છે.

અંતમાં BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 190.10 અંક એટલે કે 0.60%ના ઘટાડાની સાથે 31371.12ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે NSEના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 42.65 અંક એટલે કે 0.46% ઘટીને 9196.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં રિલાયન્સ, ગેલ, એશિયન પેન્ટ્સ, સિપ્લા, કોટક મહિન્દ્રા, ડૉ.રેડ્ડીઝ અને HUL 1.71-5.73% સુધી ઘટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં વેદાંતા, એનટીપીસી, આઈટીસી, ભારતી એરટેલ, પાવર ગ્રિડ અને બજાજ ઑટો 3.42-12.44 ટકા વધ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK