તેજી સાથે બજાર ખુલ્યા બાદ, સેન્સેક્સ 203 અંક ઘટીને થયું બંધ

દલાલ સ્ટ્રીટ મુંબઈ | May 15, 2019, 15:42 IST

મંગળવારે 200 અંકોથી વધારેની તેજી સાથે બંધ થયા બાદ ભારતીય શેર બજારમાં બુધવારના દિવસે ઘટાડો નજર આવ્યો છે.

તેજી સાથે બજાર ખુલ્યા બાદ, સેન્સેક્સ 203 અંક ઘટીને થયું બંધ
ઘટાડા સાથે બંધ બજાર

મંગળવારે 200 અંકોથી વધારેની તેજી સાથે બંધ થયા બાદ ભારતીય શેર બજારમાં બુધવારના દિવસે ઘટાડો નજર આવ્યો છે. સેન્સેક્સ સવારે લીલા નિશાન પર ખુલ્યુ અને થોડા સમય બાદ 110 અંકોની તેજી સાથે 37,429ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. જ્યાં નિફ્ટીની વાત કરીએ તો 30 અંકોના વધારા સાથે 11,252ના સ્તર પર કારોબાર કરતા નજર આવ્યા. પરંતુ દિવસના અંતમાં ઘટાડો નજર આવતો દેખાયો અને 203 અંકની કમજોરી સાથે સેન્સેક્સ 37,114ન પર બંધ થયું અને નિફ્ટી 65 અંક ઘટીને 11,157ના સ્તર પર બંધ થયું છે.

એની પહેલા શૅર બજારમાં મંગળવારે સતત 9માં દિવસે ઘટાડા પર બ્રેક લાગી ગઈ. સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયું. આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એલએન્ડટીના શૅરોમાં સૌથી વધારે વેચવાલી થઈ છે. સેન્સેક્સ 227.71 અંક એટલેકે 0.61% તેજી સાથે 37,318.53 પર બંધ થયું. નિફ્ટી પણ 73.85 અંક અથવા 0.66% વધારો લઈને 11,222.05ના સ્તર પર રહ્યું.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK