Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર બજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 100 અંકનો ઉછાળો

શૅર બજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 100 અંકનો ઉછાળો

08 April, 2019 10:05 AM IST |

શૅર બજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 100 અંકનો ઉછાળો

શૅર બજારમાં તેજી

શૅર બજારમાં તેજી


સોમવારના કારોબારી સત્રમાં ભારતીય શૅર બજારે સારી શરૂઆત કરી છે. સવારે સેન્સેક્સ 104 અંકોની તેજી સાથે 38,966 પર અને નિફ્ટી 21 અંકોના ઉછાળા સાથે 111,687 પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 શેર્સમાંથી 33 લીલા, 15 લાલ અને 2 પરિવર્તન વગર કારોબાર કરી રહ્યા છે. જ્યાં ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.30%ની તેજી અને સ્મૉલકેપ 0.57%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

નોંધનીય છે કે ગયા શુક્રવારે સેન્સેક્સ 177 અંકોની તેજી સાથે 38,862 પર અને નિફ્ટી 67 અંકોની તેજી સાથે 11,665 પર કારોબાર કરી બંધ થયું હતું.



સેક્ટોરિયલ ઈન્ડેક્સના હાલ જોઈએ તો સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 0.18%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.08%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.22%ની તેજી, નિફ્ટી આઈટી 0.48%ની તેજી, નિફ્ટી મેટલ 0.65%ની તેજીી, નિફ્ટી ફાર્મા 0.56%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.54%ની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.


વૈશ્વિક બજારનો હાલ જોઈએ તો જાપાને છોડીને આજે બધા પ્રમુખ એશિયાઈ બજારે સારી શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.08%ના ઘટાડા સાથે 21789 પર, ચીનના શાંઘાઈ 0.43%ની તેજી સાથે 3260 પર, હેન્ગસેન્ગ 0.47%ની તેજી સાથે 30077 પર અને તાઈવાનના કૉસ્પી 0.03%ની તેજી સાથે 2210ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યા અમેરિકા બજારની વાત કરીએ તો છેલ્લા દિવસે ડાઓ જોન્સ 0.15%ની તેજી સાથે 26424 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.46%ની તેજી સાથે 2892 પર અને નાસ્ડેક 0.59%ની તેજી સાથે 7938ના સ્તાર કારોબાર કરી બંધ થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2019 10:05 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK