Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર બજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 100 અંકોનો ઉછાળો

શૅર બજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 100 અંકોનો ઉછાળો

14 March, 2019 10:21 AM IST |

શૅર બજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 100 અંકોનો ઉછાળો

સેન્સેક્સમાં ઉછાળો

સેન્સેક્સમાં ઉછાળો


ગુરૂવારના કારોબારી સત્રમાં ભારતીય શૅર બજારે સારી શરૂઆત કરી છે. સવારે સવા નવ વાગ્યે સેન્સેક્સ 116 અંકોની તેજી સાથે 37,868 પર અને નિફ્ટી 26 અંકોની તેજી સાથે 11,368 પર કારોબાર કરી રહ્યાછે. નિફ્ટી 50 શેર્સમાંથી 39 લીલા અને 11 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઈન્ડેક્સની વાત કરીએ તો મિડકેપ 0.35%ની તેજી અને સ્મૉલકેપ 0.41%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. નોંધનીય છે કે બુધવારે સેન્સેક્સ 216 અંકોની તેજી સાથે 37,752 પર અને નિફ્ટી 40 અંકોની તેજી સાથે 11,341 પર કારોબાર બંધ થયો હતો. 

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 0.04%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.60%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.15%નો ઘટાડો, નિફ્ટી આઈટી 0.13%ની તેજી, નિફ્ટી મેટલ 0.45%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.66%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.51%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.



વૈશ્વિક બજાર પર નજર કરીએ તો ગુરૂવારના કારોબારમાં પ્રમુખ એશિયાઈ બજારોએ સુસ્ત શરૂઆત કરી. સવારે નવ વાગ્યે જાપાનના નિક્કેઈ 0.66%ની તેજી સાથે 21431 પર, ચીનના શાંઘાઈ 0.65%ના ઘટાડા સાથે 3007, હેન્ગસેન્ગ 0.20%ની તેજી સાથે 28864 પર અને તાઈવાનના કૉસ્પી 0.04%ની તેજી સાથે 2149 પર કારોબાર કરી રહ્યા છે. અમેરિકા બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 0.58%ની તેજી સાથે 25702 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.69%ની તેજી સાથે 2810 પર અને નાસ્ડેક 0.69%ની તેજી સાથે 7643 પર બંધ થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2019 10:21 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK