શૅર બજારમાં હાહાકાર: સેન્સેક્સ 1668 અંક તૂટ્યું, નિફ્ટી 10,000ની નીચે

Updated: Mar 12, 2020, 10:20 IST | Dalal Street Mumbai

સેન્સેક્સ અને નિફ્ટીમાં સામેલ બધા શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા.

ભારતીય શૅર બજાર
ભારતીય શૅર બજાર

શૅર બજારમાં આજે ફરીથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. BSEના સેન્સેક્સ ઈન્ડેક્સ 9.24 વાગ્યે 1667.72 અંકોના ઘટાડા સાથે 34,029.68ના સ્તર પર કારોબાર કરતા નજર આવ્યા. ત્યાં NSEના નિફ્ટી ઈન્ડેક્સ પણ 494.70 અંક એટલેકે 4.73%ના ઘટાડા સાથે 9,963.70ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં સામેલ બધા શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા.

જે શૅરોમાં સૌથી વધારે ઘટાડો નોંધવામાં આવ્યો છે એમાં ટાટા મોટર્સ 11.43%, યસ બેન્ક 9.90%, અદાણી પોર્ટ્સ 9.73%, વેદાન્તા 9.24% અને ONGC 8.93 % સામેલ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બ્રિટન સિવાય બાકી યૂરોપીય દેશોથી લોકોના અમેરિકા આવવા પર પ્રતિબંધની ઘોષણા બાદ રોકાણકારો સ્તબ્ધ રહી ગયા. એનાથી કારોબાર અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને હજી વધારે નુકસાન પહોંચવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે યૂરોપ માટે આ પ્રતિબંધ 30 દિવસ માટે લગાવ્યો છે.

અમેરિકા ઈન્ડેક્સ ડાઓ જોન્સ 30માં 1,464.94 અંક એટલે 5.86%નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. નાસ્ડેક પણ 392.20 અંક એટલે 4.70% તૂટી ગયા. એશિયાઈ બજાર પણ આજે લાલ નિશાનમાં કારોબાર કરતા દેખાયા.

NSEના બધા સેક્ટોરિયલ ઈન્ડેક્સ શરૂઆતના કારોબારમાં લાલ નિશાનમાં કારોબાર કરતા નજર આવ્યા. સૌથી વધારે ઘટાડો નિફ્ટી મેટલ, નિફ્ટી મીડિયા, નિફ્ટી આઈટી અને નિફઅટી બેન્કમાં નોંધવામાં આવ્યો. નિફ્ટી બેન્કમાં 5.19%નો ઘટાડો નોંધવામાં આવ્યો. નિફ્ટી બેન્કમાં સામેલ બધા શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા. સૌથી વધારે ઘટાડો RBL બેન્ક અને યસ બેન્કમાં નોંધવામાં આવ્યો જે 9.07% અને 9.90%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK