ભારતમાં ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપીના આંકડાના અપેક્ષાથી વધુ સારી અને મજબૂત વૈશ્વિક સંકેતોથી મંગળવારે ઘરેલૂ બજારોમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. બીએસઈના 30 શૅરો પર આધારિત સેન્સેક્સ ઈન્ડેક્સ 505.72 અંક એટલે 1.15 ટકાની તેજી સાથે 44,655.44 અંકના રૅકોર્ડ ઉચ્ચ સ્તર પર બંધ થયું. એવી જ રીતે એનએસઈ નિફ્ટી 140 અંક એટલે 1.08 ટકાના વધારા સાથે 13,109 અંકના સ્તર પર બંધ થયું. પીએસયૂ બેન્કના આગેવાનીમાં બધા સેક્ટોરિયલ ઈન્ડક્સ વધારા સાથે બંધ થયા છે.
સેન્સેક્સમાં સન ફાર્માના શૅરોમાં સૌથી વધારે 5.51 ટકાનો વધારો જોવા મળ્યો. બાદ ઈન્ડસઈન્ડ બેન્કના શૅરોમાં 4.37 ટકા, ટેક મહિન્દ્રાના શૅરમાં 3.86 ટકા, ઓએનજીસી શૅરમાં 3.82 ટકા અને ભારતી એરટેલના શૅરમાં 3.46 ટકાનો વધારો નોંધાયો હતો. એ સિવાય ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ઑટો, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી, ટીસીએસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઈ, એચસીએલ ટેક, ટાટા સ્ટીલ, રિલાયન્સ, મારૂતિ, એશિયન પેન્ટ્સ, આઈટીસી અને એક્સિસ બેન્ક લીલા નિશાનમાં બંધ થયા છે.
બીજી તરફ કોટક મહિન્દ્રા બેન્કના શૅર્સમાં સૌથી ધારે 1.40 ટકાનો ઘટાડો જોવા મળ્યો. એ સિવાય નેસ્લે ઈન્ડિયા, ટાઈટન, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેન્ક, એનટીપીસી, હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડ, પાવરગ્રિડ અને લાર્સન એન્ડ ટ્રુબ્રોના શૅર લાલ નિશાનમાં બંધ થયા છે.
આ છે કારણ
વિશ્લેષકો મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત રોકાણ કરવા, આઈટી અને ફાઈનાન્સ કંપનીઓના શૅરો વધવાથી બીએસઈ સેન્સેક્સ મંગળવારે 506 અંકના વધારા સાથે રૅકૉર્ડ સ્તર પર બંધ થયું.
વેપારીઓએ જણાવ્યું હતું કે રૂપિયાની મજબૂતી અને અન્ય એશિયન બજારોના સકારાત્મક સંકેતોથી બજારની ભાવના મજબુત થઈ છે.
શૅર બજારના અસ્થાયી આંકડાઓ મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારોએ શુક્રવારે ચોખ્ખા ધોરણે 7,712.98 કરોડ રૂપિયાના શૅર્સ ખરીદ્યા છે.
ચલણ બજારમાં મંગળવારે અમેરિકી ડૉલરના મુકાબલે રૂપિયો 37 રૂપિયાલ મજબૂત થઈને 73.68ના સ્તર પર રહ્યો.
દેશમાં ચાલુ વર્ષે ઘઉંની નિકાસ ૫૦ ટકા વધવાનો અંદાજ
15th January, 2021 14:43 ISTકૉમોડિટી વાયદામાં એપ્રિલ મહિનાથી સર્કિટ લિમિટના નિયમ બદલાશે
15th January, 2021 14:22 ISTતુવેરની આયાત માટે આફ્રિકન દેશો સાથે ભારત સરકારના ફરી કરાર
15th January, 2021 14:17 ISTખાદ્ય તેલોના ભાવ આસમાની ઊંચાઈએ પહોંચતાં સરકારની આયાત ડ્યુટી ઘટાડવા વિચારણા
15th January, 2021 14:08 IST