નિફ્ટી 11,700 નીચે બંધ, સેન્સેક્સમાં 72 અંકનો ઘટાડો
નિફ્ટી 11,700 નીચે બંધ
આજે દિવસ દરમિયાન કારોબાર શરૂ થતા શૅર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજારની સતત ચોથા સપ્તાહે શરૂઆત નરમ રહી હતી. આજે સેન્સેક્સ ઉતાર-ચઢાવ બાદ 71 અંક ઘટીને 39122ના સ્તર પર બંધ થયો હતો. જયારે નિફ્ટી 24 અંક ઘટીને 11700ની નીચે બંધ રહ્યો હતો. ત્યારે બેન્ક નિફ્ટી 26 અંક ઘટીને 30602ના સ્તર પર બંધ રહ્યો હતો.
ત્યારે જ મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.32% સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.43%નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.15% સુધી નબળાઈની સાથે બંધ થયા છે.
ADVERTISEMENT
ઈન્ડેક્સની વાત કરીએ તો બેન્કિંગ, ફાર્મા, મેટલ, આઈટી, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, ઈન્ડસ્ટ્રી અને હેલ્થકેર શેરોમાં 1.32-0.02% સુધી દબાણ જોવામાં આવ્યુ છે. બેન્ક નિફ્ટી 0.02 ટકાના ઘટાડાની સાથે 30618.15 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી અને પીએસયુ બેન્કમાં ખરીદારી જોવા મળી.
આ પણ વાંચો : શરૂઆતના કારોબારમાં દેખાયો ઘટાડો, નિફ્ટી 11,700ની નીચે
અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 71.53 અંક એટલે કે 0.18%ના ઘટાડાની સાથે 39122.96 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 24.40 અંક એટલે કે 0.21% ઘટીને 11699.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.