આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શૅર બજાર ગ્રીન માર્ક સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ સૂચકાંક સેન્સેક્સ 39.97 અંકના વધારા સાથે 49,438.26ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 12 અંકના મજબૂતી સાથ 14,533.20ના સ્તર પર ખુલ્યું છે. છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ 834.02 અંકના વધારા સાથે 49398.29ના સ્તર પર બંધ થયું હતું. તેમ જ નિફ્ટી 239.85 અંકના વધારા સાથે 14521.15ના સ્તર પર બંધ થયું હતું.
આજના પ્રમુખ શૅરોમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એચડીએફસી લાઈફ, વિપ્રો અને એશિયન પેન્ટ્સના શૅર લીલા નિશાનમાં ખુલ્યાં છે. તેમ જ યૂપીએલ, ઈન્ડસઈન્ડ બેન્ક. મારૂતિ, એક્સિસ બેન્ક અને અદાણી પોર્ટ્સના શૅર લાલ નિશાન પર ખુલ્યાં. સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં આજે બેન્ક, ઑટો, ફાઈનાન્સ સર્વિસિઝ અને પ્રાઈવેટ બેન્ક સિવાયના તમામ સેક્ટર્સ લીલા નિશાન પર ખુલ્યાં છે.
છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ 359.64 અંકના વધારા સાથે 48,923.91ના સ્તર પર ખુલ્યું હતું, જ્યારે નિફ્ટી 100.10 અંકના વધારા સાથે 14,381.40ના સ્તર પર ખુલ્યું હતું. અમેરિકા અને અન્ય અર્થવ્યવસ્થાઓમાં નવા પ્રોત્સાહન પેકેજ મળવાની આશા વધવાથી રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે, જેના પગલે વૈશ્વિક બજારોમાં ખરીદી વધી છે. અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડને ફેડરલ રિઝર્વની પૂરવ પ્રમુખ જેનેટ યેલેનને નાણામંત્રી માટે નામ આગળ વધાર્યું છે. યેલેને જણાવ્યું હતું કે કોરોના વાઈરસ રસી પહોંચાડવા માટે વધુ સહાયતાની જરૂર છે.
છેલ્લા કારોબારી દિવસે અમેરિકી ડૉલરના મુકાબલે રૂપિયો 11 પૈસાની તેજી સાથે 73.17 પર બંધ થયું છઠે. અમેરિકી ડૉલરના મુકાબલે રૂપિયો 73.16 પર ખુલ્યું અને દિવસના કારોબાર દરમિયાન 73.14ના ઉચ્ચ સ્તર અને 73.31ના નીચલા સ્તર પર પહોંચી ગયો. અંતમાં રૂપિયો 73.17ની કિંમત પર બંધ થયો.
સેન્સેક્સમાં 599 અને નિફ્ટીમાં 165 પૉઇન્ટનો ઘટાડો
5th March, 2021 09:42 ISTસેન્સેક્સમાં 1148 અને નિફ્ટીમાં 326 પૉઇન્ટની વૃદ્ધિ:ઑટો સેક્ટરમાં ઘટાડો
4th March, 2021 08:41 ISTShare Market: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 50,000 ઉપર
3rd March, 2021 10:00 ISTશૅરબજાર ભારે વૉલેટિલિટી વચ્ચે વૈશ્વિક વલણને અનુસરીને વધ્યું
3rd March, 2021 08:56 IST