Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Share Market: લાલ નિશાનમાં ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ 284 અંક તૂટ્યું

Share Market: લાલ નિશાનમાં ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ 284 અંક તૂટ્યું

19 November, 2020 09:45 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Share Market: લાલ નિશાનમાં ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ 284 અંક તૂટ્યું

શૅર માર્કેટ

શૅર માર્કેટ


ગુરૂવારે શૅર બજાર લાલ નિશાન પર ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 284.74 અંક નીચે 43895.31ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 76.20 અંકોના ઘટાડા સાથે 12862.10 પર ખુલ્યું છે. બુધવારે કોરોનાની એક વેક્સિનના સફળ ટ્રાયલના સમાચારથી બજારમાં જોરદાર તેજી રહી હતી. બુધવારે શૅર બજાર વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 227.34 અંક ઉપર 44180.05ના સ્તર અને નિફ્ટી 64.05 અંકના વધારા સાથે 12938.25ના સ્તર પર બંધ થયું હતું. આ બજારનું ઉચ્ચતમ સ્તર છે.

આજના પ્રમુખ શૅરોની વાત કરીએ તો આજે કોલ ઈન્ડિયા, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈટીસી અને સિપ્લાની શરૂઆત તેજી સાથે થઈ છે. તેમ જ હિન્ડાલ્કો, જેએસડબ્લ્યૂ સ્ટીલ, નેસ્લે ઈન્ડિયા, એલએન્ડટી અને એમએન્ડએમના શૅર લાલ નિશાન પર ખુલ્યું છે. તેમ જ સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે બધા સેક્ટર્સ લાલ નિશાન પર ખુલ્યું છે. એમાં રિયલ્ટી, આઈટી, ફાઈનાન્સ સર્વિસિઝ, બેન્ક, ઑટો, ફાર્મા, એફએમસીજી, પ્રાઈવેટ બેન્ક, મેટલ અને મીડિયા સામેલ છે.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2020 09:45 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK