મામૂલી વધારા સાથે બંધ થયું માર્કેટ, આ શૅર્સમાં દેખાયો ઉછાળો
બીએસઈ
ઘરેલૂ શૅર બજાર મંગળવારે મામૂલી વધારા સાથે બંધ થયું છે. બીએસઈના 30 શૅરો પર આધારિત સેન્સેક્સ ઈન્ડેક્સ 31.71 અંક એટલે 0.08 ટકાના વધારા સાથે 40,625.51 અંકના સ્તર પર બંધ થયું છે. છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ 40,593.80 અંકના સ્તર પર બંધ થયું હતું. એવી જ રીતે એનએસઈ નિફ્ટી 3.55 અંક એટલે 0.03 ટકાના વધારા સાથે 11,934.50 અંક પર બંધ થયું હતું. સેન્સેક્સ પર એચસીએલ ટેકના શૅરોમાં સૌથી વધારે 3.94 ટકાની તેજી જોવા મળી. તેમ જ કોટક મહિન્દ્રા બેન્કના શૅર 2.40 ટકા વધીને બંધ થયું.
એ સિવાય ઈન્ફોસિસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટેક મહિન્દ્રાના શૅર વધારા સાથે બંધ થયા.