સેન્સેક્સમાં 280 અંકનો વધારો, નિફ્ટી 11,000ની પાર બંધ

Published: Sep 13, 2019, 15:43 IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શૅર બજાર વધારા સાથે બંધ થયું છે.

સેન્સેક્સ વધારા સાથે બંધ
સેન્સેક્સ વધારા સાથે બંધ

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શૅર બજાર વધારા સાથે બંધ થયું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 280.71 અંકોના વધારા સાથે 37,384.99 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 93.10 અંકોના વધારા સાથે 11,075.90 પર બંધ થયા. નિફ્ટીના 50 શૅરોમાંથી 41 લીલા નિશાન પર અને 9 લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ આજે 71.58 અંકોના વધારા સાથે 37,175.86 પર ખુલ્યા, જ્યારે નિફ્ટી આજે 4 અંકના મામૂલી વધારા સાથે 10,986.80 પર ખુલ્યા.

સેન્સેક્સના શૅરોની વાત કરીએ તો એમાં વેદાન્તા, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઓએનજીસી, કોટક બેન્કના શૅર મજબૂત રહ્યા છે. જ્યાં સનફાર્મા, ભારતી એરટેલ, એચડીએફસી અને આઈટીસીના શૅરોમાં ઘટાડો રહ્યો. નિફ્ટી 50ના શૅરોની વાત કરીએ તો એમાં BPCL, IOC, TITAN, GAIL અને VEDLના શૅર રહ્યા છે. જ્યારે IBULHSGFIN, SUNPHARMA, DRREDDY, BHARTIART અને HDFCBANKના શૅર લૂઝર રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK