Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજારમાં વધારો, સેન્સેક્સ 337 અંક ઉછળ્યું, નિફ્ટી 10,900 ઉપર બંધ

બજારમાં વધારો, સેન્સેક્સ 337 અંક ઉછળ્યું, નિફ્ટી 10,900 ઉપર બંધ

06 September, 2019 04:01 PM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

બજારમાં વધારો, સેન્સેક્સ 337 અંક ઉછળ્યું, નિફ્ટી 10,900 ઉપર બંધ

બજારમાં વધારો

બજારમાં વધારો


સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શૅર બજાર વધારા સાથે બંધ થયું છે. બૉમ્બે સ્ટૉકે એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 337.35 અંકોની મજબૂતી સાથે 36,981.77 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 98.30 અંકોના ઉછાળા સાથે 10,946.20 પર બંધ થયું. નિફ્ટીના 50 શૅરોમાંથી 35 લીલા નિશાન અને 15 લાલ નિશાન પર કારોબાર કરી બંધ થયા છે. સેન્સેક્સ આજે લગભગ 140 અંકોના વધારા સાથે 36,785.59 પર ખુલ્યું, જ્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી આજે 36 અંકોના વધારા સાથે 10,88.80 પર ખુલ્યું. 

બીએસઇના મિડકેપ ઇન્ડેક્સ 6.1 ટકા અને સ્મૉલકેપ ઇન્ડેક્સ 0.79 ટકાના વધારા સાથે બંધ થયો છે. તો બીએસઇના પણ ઓઇલ અને ગેસ ઇન્ડેક્સ 0.71 ટકા વધીને બંધ થયો છે. આજે પાવર શેર્સમાં જોરદાર ખરીદી જોવા મળી છે. બીએસઈ પાવર ઈન્ડેક્સ 2 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.



બેન્કિંગ શૅરમાં જોરદાર ખરીદીના દમ પર નિફ્ટી 1.22 ટકાના વધારા સાથે 27250 ના આસપાસ બંધ થયો છે. પ્રાઇવેટ બેન્ક શૅરમાં આજે જોરદાર ખરીદદારી જોવા મળી છે. નિફ્ટીના પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 1.41 ટકાના વધારા સાથે બંધ થયો છે.


આજના કારોબારમાં ઓટો, ફાઇનાન્શિયલ સર્વિસેસ અને મેટલ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી જ્યારે એફએમસીજી, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં દબાણ જોવા મળ્યું છે.

આજના કારોબારમાં બેન્ક નિફ્ટીના 12 માંથી 11 શૅરમાં તેજી જોવા મળી છે. બેન્ક નિફ્ટીના 50 માંથી 36 શૅરમાં ખરીદી રહી છે તો સેન્સેક્સનાં 30 માંથી 24 શૅરમાં ખરીદી જોવા મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2019 04:01 PM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK